આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી, તળાવમાંથી મળી આવ્યા અંગો
RILના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું ત્રણ મંત્ર, કહ્યું- ભારતને રિન્યુએબલ એનર્જીમાં પાવર હાઉસ બનવું છે
તેમણે કહ્યું કે આપણે ભારતને રિન્યુએબલ એનર્જીમાં પાવર હાઉસ બનાવવું છે. આ માટે ભારતમાં આ મિશન સાથે કામ કરતી કંપનીઓએ સાથે મળીને કામ કરવું જોઈએ.
Table of Contents
જણાવ્યા આ ત્રણ મંત્ર
વિદ્યાર્થીઓને તેમના સ્નાતક થવા બદલ અભિનંદન આપતાં તેમણે ત્રણ મંત્રો શેર કર્યા. આ મિશનને સફળ બનાવવા માટે ત્રણ મંત્ર છે. આ છે Think Big, Think Green અને Think Digital. ક્લીન એનર્જી, બાયો એનર્જી, ડીજીટલ એનર્જી આ ત્રણ પરિબળો ઉર્જા ક્રાંતિના પ્રેરક છે. તેમણે કહ્યું કે તેઓ વિશ્વને આબોહવા સંકટથી બચાવશે. આ રીતે જ તમે અશક્યને શક્ય બનાવી શકો છો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી મૂવમેન્ટ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ છે. આપણે આપણી ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ અને વ્યવસ્થિત ધરતી છોડવી જોઈએ. અમારા આ અભિયાનમાં ડિજીટાઈઝેશન ફોર્સ મલ્ટિપ્લાયર તરીકે કામ કરશે. જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ બદલાવમાં મોટી ભૂમિકા ભજવશે.
ગ્રીન અને ક્લીન એનર્જી પર ફોકસ
ગ્રીન એન્ડ ક્લીન એનર્જીને (Green and Clean Energy) એનર્જી ઓપ્શન્સ ગણાવતા સીએમડી મુકેશ અંબાણીએ કહ્યું કે આનાથી જીવન જીવવાની રીત સરળ બનશે. તાજેતરના ભૂતકાળમાં, પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Consumption) જેવા પરંપરાગત ઇંધણનો વપરાશ વધ્યો છે.
તેની અસર પર્યાવરણ પર પણ જોવા મળશે. તેણે કહ્યું કે મને અંગત રીતે પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ છે. તેથી જ અમે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન એનર્જીમાં સતત રોકાણ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: દિલ્હીના 4 છોકરાઓએ સગર્ભા કૂતરીને માર મારી મોતને ઘાટ ઉતારી, કરાઈ ધરપકડ
વૈશ્વિક મંદીનું જોખમ
એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વિશ્વએ કોવિડ-19 પર લગભગ કાબુ મેળવી લીધો છે, પરંતુ વધેલા ભૌગોલિક રાજકીય તણાવે ફરીથી અનિશ્ચિતતા સર્જી છે. તેમણે કહ્યું, ‘વિશ્વના ઘણા ભાગોમાં ગંભીર આર્થિક તણાવ છે. ઈંધણ, ખાદ્ય અને ખાતરની વધતી કિંમતો દરેકને અસર કરી રહી છે. ઉચ્ચ ફુગાવો અને પુરવઠામાં વિક્ષેપને કારણે વૈશ્વિક મંદીનું જોખમ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર