સુરતનાં ઉધના વિસ્તારમાં રહેતો અને ઉધનાની બેંકમાં નોકરી કરતા રોહિત અજીત પ્રસાદ સિંઘે 27 જૂનના રોજ બપોરે 2:30 વાગે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાત કરતા પહેલા યુવકે ફેસબુક પર એક સ્યુસાઇડ નોટ મૂકી હતી. જેમાં તેને મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને આ મુસ્લિમ પત્ની અને તેનો ભાઈ બળજબરીથી ગૌવંશનું માસ ખવડાવતા હતા. જોકે પત્ની સોનમ અલી અને તેના ભાઈ વિરુદ્ધ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ યુવકે આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો- પોલીસકર્મીની વિધવાની ફરિયાદ બાદ પેન્શન કચેરીના ક્લાર્કની કાળી કરતૂતનો ભાંડો ફુટ્યો
જોકે આ મામલે યુવકના મિત્રને એક મહિના બાદ સ્યુસાઇડ નોટ મળતા તેને તેના પરિવારને આ બાબતે વતનમાં જાણ કરી હતી. જેને લઇ તેનો પરિવાર સુરત ખાતે આવ્યો હતો અને તેના અપઘાતના બે મહિના બાદ આ મામલે સુરત પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મૃતક યુવકની પત્ની અને તેનો ભાઈ છેલ્લા લાંબા સમયથી ફરાર હતા.
આ પણ વાંચો- ઇલેક્શન કમિશન 26-27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે
જો કે ઉધના પોલીસે આપઘાતની દુષ્પેર્ણાના ગુનામાં યુવકના સાળાની રાત્રે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનામાં હજુ પણ મૃતક યુવકની પત્નીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં નથી આવી. ઘટના બાદ આરોપી ભાઈ-બહેન પોતાના વતન ખાતે ભાગી છુટ્યા હતા.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarati news, Surat Crime, ગુજરાત, સુરત