દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી એકતા રહે તેવી દુઆ કરું છું
અહેસાનભાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રીને લઈને કચ્છ આશપુરા માતાના મઢ લોકો ચાલીને જાય છે ત્યારે હિન્દુ-મુસ્લિમ કોમી એકતા માટે બધા ભાવિકોના હાથ પગ દાબી દવ છું અને મસાજ કરી દવ છું. નાનાથી માંડીને મોટા સુધી બધાને સેવા આપું છું. દેશમાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતા રહે અને માતાના મઢે જાય અને માતાના દર્શન કરે એવી મારી દુઆ છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે ક્યારેય કોમવાદ ન થાય એટલા માટે હું બધી જગ્યાએ સેવા આપું છું.
નવરાત્રીમાં મા આશાપુરાનો મહિમા
નવરાત્રીમાં માતાના મઢ મા આશાપૂરાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. આ ગામના પાદરથી લઇને મંદિર સુધી દર્શનાર્થીઓની લાઈનો જોવા મળે છે. માતાજીને પ્રસાદ તરીકે ચડાવવામાં આવતા નાળિયેરના છોતરાં આખા રસ્તા પર પથરાઈ જાય છે તમે એક નજરે જોતા એવું જ લાગે કે નાળિયેરના છોતરાનો જ રસ્તો બન્યો છે. લાખો લોકો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને આઠમના વિસે કચ્છના રાજા આજે પણ ત્યાં યજ્ઞ કરે છે. હાલ પણ એમના વંશજો આઠમના વિસે માતાના મધે આવીને માતા આશાપુરાના ભવ્ય યજ્ઞ આયોજન કરી માતાની આરતીમાં સામેલ રહીને જાતર ચઢાવે છે.
પદયાત્રાના રૂટમાં સેંકડો કેમ્પ જોવા મળે
દર આસો માસની નવરાત્રીમાં માતાના મઢે ચાલીને લાખો લોકો માતાના દર્શન કરવા માટે પદ યાત્રા કરે છે. માતાના મઢના રસ્તા પર આ પદયાત્રીઓની સેવા કરવા માટે આખા રસ્તે કેમ્પ લગાવવામાં આવે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીમાં હજારો કેમ્પ પદાયત્રીઓ અને ભક્તની સેવા માટે રાતોરાત ઊભા થઈ જાય છે. જેમાં જમવાની સગવડતા , નાહવાની સગવડતા, આરામ કરવાની સગવડતા, મેડિકલ કેમ્પ અને બીજી નાની મોટી સેવાઓ તો ખરી જ.
માતાના મઢનો ઇતિહાસ
કચ્છની રાજધાની ભૂજથી લગભગ 80 જેટલા કિલોમીટર દૂર આવેલ આ માતાનો મઢ એટ્લે આશા પૂરી કરનાર માતા આશાપૂરાનું મંદિર. જે કચ્છ ઉપરાંત દેશ-વિદેશમાં તેના ચમત્કારોથી આસ્થાનું પ્રતિક બની ગયું છે. લગભગ ચૌદમી સદીના આરંભમાં અહીંયા લાખા કુલાનીના પિતાજીના રાજમા બે વાણિયા મંત્રી હતા અજો અને અનો. આ કરાડ વાણિયાઓએ આ મંદિર બંધાવ્યું હતું. જે એ પછી 18મી સદીમાં આવેલ ભૂકંપના આખા મંદિરનો નાશ થયો. ત્યારબાદ સમય જતાં અહીંયા વલ્લભાજીએ મંદિર બંધાવ્યું જે બ્રહ્મ ક્ષત્રિય હતા. આ મદિર અઠાવન કૂટ લાંબુ, બત્રીસ ફૂટ પહોળું અને લગભગ બાવન ફૂટ ઊંચુ છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhuj News, Hindu muslim, Rajkot Latest News, માતાનો મઢ