વડાપ્રઘાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપિતા ગાંઘીજીના સ્વપ્નને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કિસાન મોરચા દ્વારા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના ખેડૂતો માટે કરેલા કામો તેમજ વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલ જુદા-જુદા કામોને રાજયના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.
આ પણ વાંચો- રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું
કિસાન મોરચા દ્વારા આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પચાંયતનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ઇ-બાઇક મારફતે ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતો માટે કરેલ વિવિધ કાર્યોની માહીતી ખેડૂતો સુધી પહોંચાડશે.
આ પણ વાંચો- નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી
હિતેષ પટેલે વધુમાં જણાવ્યું કે, કિસાન મોરચાના દ્વારા યોજાનારા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઇ-બાઇક થકી રાજયના ખેડૂતોને માહિતી આપવામાં આવનાર છે ત્યારે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 09-00 કલાકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના વરહ હસ્તે ઇ-બાઇકને ફલેગ ઓફ કરાવશે. કિસાન મોરચા દ્વારા ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 12 જેટલા ઇ બાઇક માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારે કરેલ વિવિધ કાર્યોની માહિતી ખેડૂતોને આપશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bjp gujarat, Gandhinagar News, Gujarati news, ગાંધીનગર, ગુજરાત