કોરોના કાળ પહેલા જ્યાં દર સપ્તાહના અંતમાં સિનેમાઘરોમાં ભારે ભીડ જામતી હતી, ઘણી વખત દર્શકોને ટિકિટ બારીમાંથી નિરાશ થઈને પરત ફરવું પડતું હતું. પરંતુ જ્યારથી કોરોના મહામારીએ લોકોને તેમના ઘરોમાં કેદ કર્યા છે, ત્યારથી OTT પ્લેટફોર્મ જ મનોરંજનનું સાધન બની ગયું છે. ધીમે-ધીમે તેને એવો ચસ્કો લાગ્યો કે લોકોએ થિયેટરોમાં જવાનું બંધ કરી દીધું, જેની સીધી અસર ફિલ્મ નિર્માણ પર પડી રહી છે. આવી સ્થિતિમાં, દર્શકોને ફરીથી થિયેટરોમાં આકર્ષવા માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશને લગભગ 4 હજાર થિયેટરોમાં માત્ર 75 રૂપિયામાં ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.
સિનેમા હોલને પુનર્જીવિત કરવાનો MIAનો પ્રયાસ
કોરોના મહામારીને કારણે સમગ્ર ઉદ્યોગ પ્રભાવિત થયો હતો. લોકડાઉન દરમિયાન થિયેટર સંપૂર્ણપણે બંધ હતા. લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા ત્યારે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખીને 50 ટકા ઓક્યુપન્સીના નિયમ સાથે થિયેટર ખોલવામાં આવ્યા હતા. તે જ સમયે ફિલ્મ ઉદ્યોગ પણ ખરાબ તબક્કાનો સામનો કરીને ફરી એકવાર ઉભરી આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાંબા સમય પછી ફિલ્મો બની રહી છે અને રિલીઝ થઈ રહી છે, પરંતુ સિનેમાઘરોમાં શાંત છે. સિનેમાઘરોમાં પહેલા જેવી રોનક ફરીવાર નથી આવી.
MIA પાસે 4 હજાર સ્ક્રીન છે
એવું માનવામાં આવે છે કે, સિનેમા ડે પર સસ્તી ટિકિટ મળવાનો મોટો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે, મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા FICCI એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હેઠળ આવે છે. તેની રચના વર્ષ 2002માં થઈ હતી. આ એસોસિએશન સાથે લગભગ 500 મલ્ટિપ્લેક્સ સંકળાયેલા છે, જે દેશભરમાં 4,000 સ્ક્રીન ધરાવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: બોલીવુડ, બોલીવુડ ન્યૂઝ