અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્ર નંદે આ નિવેદન જાહેર કર્યુ છે. સ્વામી જિતેન્દ્ર નંદે એક વીડિયો જાહેર કર્યો છે કે, નવરાત્રિ દરમિયાન ભારતમાં કેટલાક રાજ્યોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એ સામે આવ્યું છે કે, ગેરહિંદુ લોકો તેમની ઓળખ છુપાવીને લવજિહાદ કરવાના ઇરાદાથી ગરબા રમવા જાય છે. આ પરિસ્થિતિ આપણાં સૌની જવાબદારી છે કે આવા લોકોને રોકવા જોઈએ.
તેટલું જ નહીં, દેશના તમામ ગરબા સંચાલક સમિતિઓને અખિલ ભારતીય સંત સમિતિનો આગ્રહ છે કે, ગરબાનું આયોજન કરનારા લોકોએ આઇડી તપાસીને જ પ્રવેશ આપવાની મંજૂરી આપવી જોઈએ. જેથી હિંદુ વહુ-દીકરીઓે સાથે ગરબા રમનારા લોકો કોણ છે તે જાણી શકાય. આ સાથે જ સ્વામી જિતેન્દ્ર નંદે ચેતવણી જાહેર કરી છે કે, બિનહિંદુ ધર્મના લોકોએ તેમના રિસ્ક પર ગરબામાં ઘૂસવું, જો કોઈ દુર્ઘટના થાય તો હિંદુ સમાજ તેનો જવાબદાર ગણાશે નહીં.
મધ્યપ્રદેશમાં ગરબામાં આધારકાર્ડ બતાવીને પ્રવેશ
તો બીજી તરફ, મધ્યપ્રદેશમાં ગરબામાં ગેરહિંદુ વ્યક્તિને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક હિંદુ ધાર્મિક નેતાએ ઘોષણા કરી છે કે, ‘લવજેહાદ’ના પ્રયત્નો નિષ્ફળ કરવા માટે સંગઠના કાર્યકર્તા નવરાત્રિ દરમિયાન પ્રદેશના ગરબા કાર્યક્રમોમાં આધારકાર્ડ બતાવીને જ પ્રવેશ આપવામાં આવશે. તેથી કોઈ બિનહિંદુ વ્યક્તિ પ્રવેશ ના કરે.
અખંડ હિંદુ સેનાએ શું કહ્યું?
અખંડ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આહ્વાન અખાડાના મહામંડલેશ્વર અતુલેશાનંદ સરસ્વતીએ કહ્યુ કે, લવજેહાદને રોકવા માટે ગરબા આયોજનોમાં તિલક લગાવીને અને આધાર કાર્ડ તપાસીને જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ માટે અમે રાજ્યના તમામ ગરબા કાર્યક્રમોમાં અખંડ હિંદુ સેનાના 10-10 કાર્યકર્તા અને હિંદુવાહિનીની બહેનોની નિમણૂક કરશે. આ પહેલાં રાજ્યની સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કહ્યુ હતુ કે, લવજેહાદ રોકવા માટે આગામી નવરાત્રિ દરમિયાન ઓળખપત્રની તપાસ કર્યા બાદ જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022, Navratri Garba