છેલ્લા બે વર્ષથી ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબે રમવા માટે થનગની રહ્યા હતાં. કોરોનાનાં કપરાકાળ દરમિયાન નવરાત્રીની ઉજવણી બંધ હતી. ગયા વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે ખેલૈયાઓ ગરબે ઝૂમી શક્ય ન હતા, પરંતુ આ વર્ષે પાર્ટી પ્લોટ ગરબાને પણ મંજૂરી મળી ચુકી છે. કોઈ ગાઈડલાઈન નથી, આથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમવાના છે. આ માટે તેઓએ બે મહિના પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી, અને નવા-નવા ગરબાના સ્ટેપ્સ શીખ્યા છે.
દાંડિયા ક્લાસમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા
આ નવરાત્રીને લઈને દાંડિયા ક્લાસનાં સંચાલકો પણ ખુબ જ ખુશ છે, કારણ કે ત્રણ વર્ષથી બંધ પડેલા તેમના દાંડિયા ક્લાસમાં ખુબ જ મોટી સંખ્યા યુવક-યુવતીઓ જોડાઈ રહ્યા છે. તો દરવખતની આ વર્ષે પણ નવરાત્રીમાં વાયરલ વીડિઓ પર યુવાનો નવરાત્રીનાં સ્ટેપ્સ કરશે. આ વર્ષે ખાસ સાઉથની સુપરહિત ફિલ્મ પુષ્પાનાં ગીતો પર ખેલૈયાઓ ગરબે ઝૂમસે, આ સિવાય ફ્રી સ્ટાઇલ, ત્રણ તાલિ, હીંચ, સહીતનાં સ્ટેપ્સ યુવાનો શીખી રહ્યા છે. તો દાંડિયા ક્લાસ સંચાલકોનું કહેવું છે કે આ વર્ષે વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રી સહીત ખેલૈયાઓને 15 દિવસ સુધી ગરબે ઝૂમવાની તક મળશે.
આ પણ વાંચો: દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કોષ્ટલ ક્લિન અપ ડે અંતર્ગત બીચની સફાઈ કરવામાં આવી
વાત કરીએ આ વખતની નવરાત્રીમાં ગરબા ડ્રેસની તો આ વર્ષે ચણીયાચોરી, કેડિયા, કુર્તા, સહીતની ગરબા સ્પેશ્યલ વસ્તુઓમાં પણ પુષ્પા સ્ટાઇલ જોવા મળશે, જામનગરમાં આ વર્ષે પુષ્પા સ્ટાઇલને ધ્યાનમાં રાખી ખાસ પ્રકારનાં ચણીયા ચોરી સહિતની નવરાત્રી આઈટમ્સ તૈયાર કરવામાં આવી છે. પુષ્પા સ્ટાઇલમાં ગરબે રમવાની સાથે પુષ્પા સ્ટાઇલમાં ડ્રેસ પહેરીને પુષ્પા સ્ટાઇલમાં ખેલૈયાઓ ગરબે રમતા નજરે પડશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jamnagar News, Jamnagar Samachar, Navratri, Navratri 2022, Navratri celebration, Navratri Culture, Navratri food