NCBs big action in Jamnagar one arrested with 10 kg of MD drugs


દેશના યુવધનને ખોટા માર્ગે લઈ જવા ડ્રગ માફિયા દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ ડ્રગ માફિયાઓને પકડવા માટે પોલીસની સાથોસાથ અલગ-અલગ એજન્સીઓ પણ કમર કસી લીધી છે. થોડાક મહિનાની વાત કરીએ તો ગુજરાત પોલીસની સાથોસાથ અન્ય એજન્સીઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને દરિયામાંથી ડ્રગ પકડીને મોટી કાર્યવાહી કરી રહી છે. તેવામાં એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતના જામનગરમાંથી 10 કિલો એમડી સાથે ભાસ્કર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે.

મહત્વની વાત છે કે આ ડ્રગ તેણે મુંબઈથી મંગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને એનસીબી એ મુંબઈ સહિત દેશભરમાં અલગ-અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે NCB ની હાલ પણ કાર્યવાહી શરૂ છે અને રાત સુધીમાં અન્ય ડ્રગ પેડલરો સહિત અન્ય ડ્રગ પણ કબ્જે થઈ શકે છે. આ કાર્યવાહીને લઈ આ ડ્રગ માફિયાઓની ચેઈન ક્યાં સુધી ફેલાયેલી છે તે જાણવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- સુરતના આ પરિવારની સરનેમ જાણતા જ લોકો તેમને રાવણના પૂર્વજ સમજે છે, જાણો કેમ?

થોડા દિવસો પેહલા પણ ગુજરાત એટીએસ દ્વારા પણ વડોદરામાંથી કરોડો રૂપિયા નું એમડી ડ્રગ કબ્જે કરવામાં આવ્યું હતું અને ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તો એક આરોપીને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે આધારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહત્વ ની વાત એ પણ છે કે એનસીબીની સાથોસાથ આજે ઇન્ડિયન નેવી દ્વારા પણ દરિયામાંથી 1000 કરોડનું ડ્રગ કબ્જે કરવામાં આવ્યું છે અને જેમાંથી ઈરાની અને પાકિસ્તાની લોકોને પકડીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad Crime latest news, Drugs Case, Drugs racket



Source link

Leave a Comment