આ રોબોટનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું છે
આ અગસ્ત્ય રોબોટ જે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV) વિકસાવવામાં આવ્યું છે. જેને લઈને નિરમા યુનિવર્સિટી એ રોબોટ ક્લબ ઓફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્પર્ધામાં ભાગ લેશે. આ SAUVC આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 22 થી 26 સપ્ટેમ્બર દરમિયાન સિંગાપોર ખાતે યોજાશે.
આ વિશે વધુ માહિતી આપતા AUV ક્લબના ટીમ કેપ્ટન સંસ્કૃતિ ગોંડલિયાએ જણાવ્યું હતું કે કોવિડ-19 પછી પહેલી વખત અને તેમાં પણ 19 દેશોની 93 ટીમો વચ્ચે SAUVC સ્પર્ધા યોજાઈ રહી છે. સ્પર્ધાના પ્રથમ તબક્કામાં વિશ્વભરની ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી આગામી તબક્કા માટે ટીમ નિરમાની AUV માં પસંદગી કરવામાં આવી છે. અને હવે તે નિરમા યુનિવર્સિટીનું અને સિંગાપોરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચો: અમદાવાદની શિવાની શુક્લાએ 125 કિલો ડેડલિફ્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ; જીતી ચૂકી છે 18 મેડલો
રશિયા, પોલેન્ડ, જાપાન, ચીન, હોંગકોંગ, તુર્કી, થાઈલેન્ડ, તાઈવાન જેવા દેશો પણ ભાગ લેશે
આ સ્પર્ધા માટે સમગ્ર ભારતમાંથી 10 ટીમોની પસંદગી કરવામાં આવી છે. જેમાં આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી રૂરકી સહિતની ટીમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સ્પર્ધામાં રશિયા, પોલેન્ડ, જાપાન, ચીન, હોંગકોંગ, તુર્કી, થાઈલેન્ડ અને તાઈવાન જેવા દેશોની ટીમો પણ ભાગ લેશે.
આ અગસ્ત્ય વ્હીકલની બોડી એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવી છે અને તેનું વજન 30 કિલો જેટલું છે. તેમાં ઘણા પ્રકારના સેન્સર અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેમાં પ્રેશર સેન્સર ઊંડાણની માહિતી આપે છે. આ માટે વધુમાં રોબોટની સ્થિતિ અને સ્થિરતા માટે સેન્સર પણ લગાવેલા છે. વાહન ચલાવવા માટે રોબોટમાં ઈન્સ્ટોલ કરેલી બેટરી પણ 3 કલાક ચાલે તેટલી સક્ષમ છે.
ગેટ ટાસ્ક, ફ્લેર ટાસ્ક, ઓબ્જેક્ટ ડિટેક્શન, બોલ ડ્રોપ, પીક જેવા ટાસ્ક પણ રખાયા
આ અગસ્ત્ય રોબોટ સ્પર્ધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં કેટલાક ટાસ્ક જેવા કે ગેટ ટાસ્ક, ફ્લેર ટાસ્ક, ઓબ્જેક્ટ ડિટેક્શન, બોલ ડ્રોપ અને પીક પણ રાખવામાં આવ્યા છે. આ અંડર વોટર સ્પર્ધામાં ઓટોનોમસ વ્હીરલને માત્ર એક જ વાર ચાલુ કરીને તેને પાણીમાં છોડવાની જરૂર છે. તે પછી આપમેળે કાર્ય કરે છે.ઓનબોર્ડ કમ્પ્યુટર એ વ્હીકલ ચલાવવા માટે વ્હીકલની અંદર લગાવેલા સેન્સર અને કેમેરાથી ડેટા ભેગો કરે છે. આ સ્પર્ધા માટે ટીમ દરરોજ 10-12 કલાકની પ્રેક્ટિસ કરી રહી છે અને આ તમામ ટ્રાયલ ટાસ્ક કાર્યો માત્ર 8 મિનિટમાં પૂર્ણ કરવામાં આવે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Engineering and Technology, Robot, Technology news