NITISH KUMAR SAYS on 2024 LOK SABHA ELECTION


પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉત્તર પ્રદેશના ફુલપુર વિસ્તારની લોકસભા સીટથી ચૂંટણી લડવા મામલે તમામ અટકળો નકારી દીધી છે. હકીકતમાં જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે કહ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશના ત્રણ સંસદીય ક્ષેત્ર, ખાસ કરીને ફૂલપુરમાં પાર્ટીના કાર્યકર્તા અને નેતા ઇચ્છે છે કે, બિહારના મુખ્યમંત્રી લોકસભા ચૂંટણી લડે. તેમણે કહ્યુ હતુ કે, તેમની કોઈ વ્યક્તિગત આકાંક્ષા નથી અને તેમનો ઉદ્દેશ્ય 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં વધુ ને વધુ દળોને એકઠાં કરવા.

મારી ઇચ્છા વિપક્ષમાં એકતા લાવવાની છેઃ નીતિશ કુમાર

કુમારે એ પણ કહ્યુ છે કે, તેમના પ્રયત્નોથી યુવા પેઢી, ‘તેજસ્વી યાદવ જેવા લોકોને લાભ થવો જોઈએ.’ જ્યારે કુમારને સવાલ પૂછવામાં આવ્યો કે, ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડવાની તેમની યોજના છે તો તેનો જવાબ આપતા તેમણે કહ્યુ હતુ કે, ‘આ માત્ર અટકળો છે અને આ ચર્ચાને કોઈપણ આધાર નથી. મને આવા સમાચારોના સૂત્રો ખબર નથી. મારી ઇચ્છા 2024ની લોકસભા ચૂંટણી પહેલાં તમામ વિપક્ષી દળોને એકઠાં કરવાની છે.’ તેમણે કહ્યુ હતુ કે, ‘મારી કોઇ વ્યક્તિગત ઇચ્છા કે આકાંક્ષા નથી. હું જે પણ કંઈ કરું છું, તે યુવા પેઢી માટે.. તેજસ્વી યાદવ જેવા લોકો માટે કરું છું.’

આ પણ વાંચોઃ લોકસભામાં મોંઘવારીની ચર્ચા વચ્ચે સાંસદ છૂપાવી રહ્યા’તા 1.5 લાખની બેગ

25 સપ્ટેમ્બરે લોકદળની સભામાં જઈશઃ નીતિશ કુમાર

25 સપ્ટેમ્બરે હરિયાણામાં વિપક્ષની રેલી છે તેમાં સામેલ થશો કે નહીં તે અંગે પૂછતા નીતિશ કુમારે કહ્યુ હતુ કે, ચોક્કસ સામેલ થઈશ. હું 25 સપ્ટેમ્બરે હરિણામાં ઇન્ડિયન નેશનલ લોક દળની સભામાં ભાગ લઈશ. આરજેડી નેતા અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ મારી સાથે સામેલ થશે. હરિયાણાની રેલીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા, શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના પિતા મુલાયમ સિંહ યાદવ પણ સામેલ થાય તેવી આશા છે.

આ પણ વાંચોઃ ધ એપ્રોપ્રિયેશન બિલ 2022 લોકસભામાં પાસ

શું તેજસ્વી નીતિશના ઉત્તરાધિકારી હશે?

નીતિશ કુમારે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, ફૂલપુરથી ચૂંટણી નહીં લડે તો તેમના પછી ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની તરફ ઇશારો કરી તેમણે કહ્યુ હતુ કે, હવે તેમને આગળ વધવાનું છે તો બિહારની રાજનીતિમાં માહોલ ગરમ થઈ રહ્યો છે. શું નીતિશ કુમાર કેન્દ્રની રાજનીતિમાં જશે તો પોતાની જગ્યા તેજસ્વી યાદવને સોંપનીને જશે. તેજસ્વી યાદવને લઈને નીતિશ કુમારે કરેલો ઇશારો આ સંકેત જરૂર આપે છે કે, આગામી સમયમાં તેઓ જ ઉત્તરાધિકારી હશે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Bihar government, Lok Sabha Election, Nitish Kumar



Source link

Leave a Comment