Table of Contents
રાતોરાત વિશાળ ખડક કોતરી બનાવ્યુ મંદિર
આ શિવ મંદિરના વિશે કહેવામાં આવે છે કે, આ ગામમાં એક શિલ્પકાર રહેતો હતો. તે પત્થરોને કોતરીને મૂર્તિઓ બનાવતો હતો. પરંતુ કોઈ અકસ્માતના કારણે તેનો એક હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ગામના લોકોએ તેનો મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. તેને કામ આપવાનું પણ બંધ કરી દીધું. ગામમાં તેની ઉપેક્ષા અને લોકોના ટોણા સાંભળીને શિલ્પકાર નારાજ થઈ ગયો હતો અને તેણે ગામ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ ગામ છોડવાના પહેલા તે તેની ક્ષમતાને સાબિત કરવા માંગતો હતો. ત્યારે એક રાત્રે તેણે તેની છીણી-હથોડી અને અન્ય સાધન લીધા અને ગામના દક્ષિણ છેડાએ તે જગ્યાએ પહોંચી ગયો, જે જગ્યાનો ઉપયોગ ગામના લોકો શૌચ કરવા માટે કરતા હતા. ત્યાં એક વિશાળ ખડક હતી. તે શિલ્પીએ વિશાળ ખડકને કાપવાનું અને કોતરવાનું શરૂ કર્યુ. આશ્ચર્યની વાત તો એ છે કે, તેણે એક જ રાતમાં પોતાના એક હાથથી તે વિશાળ પત્થરને મંદિરનું રૂપ આપી દીધું.
આ પણ વાંચોઃઉત્તરાખંડમાં ગુજરાતની બસમાં લાગી આગ, બસમાં સવાર હતા 28 ગુજરાતી યાત્રાળુ
શિલ્પકારની કળા જોઈ ગ્રામજનો સ્તબ્ધ રહી ગયા
બીજા દિવસે જ્યારે ગ્રામીણ લોકો શૌચ માટે તે જગ્યાએ ગયા, તો બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા. મંદિરને જોવા ગામના બધા જ લોકો ત્યાં જમા થઈ ગયા. કારીગરી જોઈને ગામના લોકોએ કારીગરને શોધવાનુ શરૂ કર્યુ, પરંતુ તે ન મળ્યો. ગામના લોકોએ એકબીજા પાસેથી તેને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ કારીગર વિશે કંઈ જ જાણ ના થઈ. તે એકહાથ વાળો કારીગર ગામ છોડીને જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃઆ મંદિરમાં ચઢાવવામાં આવે છે લિંગનો ચઢાવો, જાણો દેશ-દુનિયાના અજબ-ગજબ મંદિરો વિશે
શિવલિંગની અર્ધ વિપરિત દિશામાં હોવાથી લોકો પૂજા કરતા નથી
જ્યારે સ્થાનિક પંડિતોએ તે મંદિરમાં સ્થાપિત શિવલિંગ જોયુ, તો તેમણે જણાવ્યુ કે,શિવલિંગની અર્ઘ શિલ્પીએ વિપરિત દિશામાં બનાવી દીધી છે. એટલા માટે તેની પૂજા કરવી લાભકારક નથી, પરંતુ ખામીયુક્ત હશે, શક્ય છે કે, રાતોરાત આ મંદિર અને શિવલિંગને તૈયાર કરવાની ઉતાવળમાં શિલ્પીએ આ ભૂલ કરી હોય. પરંતુ શિવલિંગ વિશે જાણ્યા બાદ લોકોએ ક્યારેય અહીં પૂજા ન કરી, એકહથિયા મંદિરની કલાકૃતિ નાગર શૈલીની છે. નાગર શૈલીના વિશે કહેવામાં આવે છે કે, આ કત્યૂર શાસનકાળની નિશાની છે. આ મંદિરમાં ક્યાક જોડ જોવા નથી મળતો. સંપૂર્ણ મંદિર એક ખડકને કાપીને બનાવવામાં આવ્યુ છે જે, ખરેખર અદભુત છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Shiv Temple, Uttarakhand news, Uttrakhand