oracale speaks horoscope today 16th september


ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ

તાજેતરમાં શીખેલી સ્કિલ્સ હવે કામની સાબિત થઈ શકે છે. વધારાના કામના ભારણને કારણે આજે વધુ મહેનત કરવી પડે. નવા પડકાર માટે તૈયાર રહો.

લકી સાઈન - પીંછાં

વૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે

તાજેતરમાં સોંપાયેલ જવાબદારી તમારા પર ભાર વધારવાનું શરૂ કરી શકે છે. તમે કોઈ જૂના મિત્ર સાથે કનેક્ટ થઈ શકો છો અને તે રોગ મટાડવામાં રાહત આપી શકે છે. આજે રેન્ડમ મુસાફરીનું પ્લાનિંગ સારો વિચાર ન હોઈ શકે.

લકી સાઈન - પક્ષી

મિથુન (Gemini) : 21 મે થી 21 જૂન

આજે સારો દિવસ છે. કામમાં અનુકૂળતા રહેશે. નવા વિચારો ત્વરિત સિદ્ધિ તરફ આગળ વધી શકે છે. તમને કંઈક નવું કરવાની મંજૂરી પણ મળશે.

લકી સાઈન - કરોળિયો

કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ

તમે હવે સત્યને સ્પષ્ટ રીતે જોઈ શકો છો અને તેની સાથે જીવવાનું શીખી શકો છો. જો કે, તમે તેની ચર્ચા કરવામાં ખચકાટ અનુભવી શકો છો. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તો પણ કોઈને બીજી તક આપવી હિતાવહ છે.

લકી સાઈન - બે ચકલી

સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

યોગાનુયોગ નામનું કંઈ જ નથી અને કોઈ બાબત તમારા રસ્તામાં આવી રહી છે, તો તે મોટે ભાગે તમારા માટે જ છે. આજે થોડી ખલેલ થઈ શકે છે, પરંતુ બધું ખૂબ જ ટૂંક સમયમાં પતી જશે. આજે સંકેતો સકારાત્મક છે.

લકી સાઈન - સિરામિક ફૂલદાની

કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

આજે તમે યોગ્ય નિર્ણય લેવા માટે માનસિક રીતે અસમર્થ હોય શકો છો. આનો અર્થ એ થઈ શકે છે કે, તમારે થોડો વધુ સમય રાહ જોવાની જરૂર છે. યોગ્ય નિર્ણય લેવામાં સમર્થ થવા માટે તમારે અંતઃસ્ફુરણા બહાર લાવવાની જરૂર છે.

લકી સાઈન - વાદળી માટીકામ

આ પણ વાંચો - ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ માટે કઇ રાશિના જાતકોએ પૂજા દરમિયાન શું ચડાવવું જોઈએ

તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

આજે નોકરીના સ્થળે કેટલાક નવા લોકો મળે તેવી સંભાવના છે. તમે ઘરે સમય પસાર કરી રહ્યા હોવાથી તમને થોડી હેરાની થઈ શકે છે. જેથી કોઈ નિર્ણય લેતા પહેલા તેમને સમજવા માટે તમારી જાતને સમય આપો.

લકી સાઈન - ગરુડ

વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

ખુશખુશાલ વાતાવરણની વચ્ચે તૃપ્ત કરનાર ભોજન લેવામાં વ્યસ્ત હોવાની વાતને થોડો સમય થઈ ગયો છે. તમે ઘણા દિવસથી સખત મહેનત કરી રહ્યા છો. તમે પહેલા કરેલ રોકાણોમાં હવે મૂવમેન્ટ જોવા મળી શકે છે.

લકી સાઈન - ખિસકોલી

ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

ભવિષ્યમાં ખૂબ ઉજળા પરિણામ મળવાના છે, જેથી કદાચ તમને છેલ્લી તક મળી નથી. તમારા બાળકો હવે તમારો સમય અને કમિટમેન્ટ માંગી શકે છે. પરિવારના વૃદ્ધ સભ્યોની તબિયત ખરાબ હોવાની ફરિયાદ થઈ શકે છે.

લકી સાઈન - બગીચો

મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

હવે તમે નક્કી કરી જ લીધું છે તો તમારે આગળ વધવું જોઇએ. સમય નિર્ણાયક પાસું છે અને તેમાં કોઈ વિલંબ ન થવો જોઈએ. તમારું જીવનસાથી તમારી સાથે અડગ ઊભું રહેશે. બપોર પછી મુલાકાતીઓ આવી શકે છે.

લકી સાઈન - પોપટ

કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

મોટો બોજ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી તમે ખૂબ હળવાશ અનુભવી શકો છો. તમારે બાબતોને વધુ ટાળવાની જરૂર નથી, વ્યવસ્થિત રહો. કોઈ તમને ખૂબ જ યાદ કરે છે.

લકી સાઈન - માળો

મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

આજે બધુ ધીમુ પડી શકે છે, પણ તે હંગામી છે. તમે તમારા નિર્ણયોને કેવી રીતે આગળ વધારી શકો છો તે બાબતે તમારે સ્પષ્ટપણે વિચારવું જોઇએ. કોઈપણ પ્રકારની મૂંઝવણ ગેરસમજ તરફ દોરી શકે છે. નાની ચોરીથી સાવધાન રહેવું.

લકી સાઈન - કાચબો

First published:

Tags: Daily Horoscope, Horoscope, Horoscope 2022



Source link

Leave a Comment