organization in Junagadh that collected 12 tonnes of plastic from Girnar forest in one year jap dr – News18 Gujarati


Ashish Parmar Junagadh: ટીમમાં ધારીએ તો શું ન થઈ શકે? વિચારથી ઘણું બધું શક્ય છે તે વાતને સાર્થક કરતા જૂનાગઢ નેચર ફર્સ્ટ ટીમના મેમ્બરો. 27 જુલાઈ 2021ના દિવસે દરેક ટીમના મેમ્બરોની એક બેઠક યોજાઇ હતી. જેમાં બધા સાથે બેઠા હતા અને આ ટીમના સભ્ય એન પી પટેલને વિચાર આવ્યો કે આજે દિન પ્રતિદિન પર્યાવરણ ગંભીર રીતે ખરાબ થઈ રહ્યું છે. અને તેને બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ તેમના આ બોલેલા શબ્દો ટીમ મેમ્બરે ઝીલી લીધા અને મુહિમ ઉપાડી તેને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું.

આ સંસ્થા ભાવનગર પાટણ ગાંધીનગર અને જૂનાગઢમાં કાર્યરત છે પર્યાવરણ બચાવવાની મુહીમ લઈને ચાલતી આ સંસ્થા કોઈપણ પ્રકારની આર્થિક લાભની અપેક્ષા રાખ્યા વગર આ કામગીરીમાં આગળ વધી રહ્યું છે.

11 સપ્ટેમ્બર 2021થી જૂનાગઢના જંગલને સાફ કરવાની કરી શરૂઆત

જંગલમાં અનેક પ્રવાસીઓ આવતા હોય છે અને આ આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકી દેતા હોય છેે. જેથી જંગલમાં પ્લાસ્ટિક જવાથી વન્ય પ્રાણીઓને પણ તે વાતાવરણમાં નુકસાનકારક છેે. નેચર ફર્સ્ટની ટીમ દ્વારા ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું અને જંગલને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે 11 સપ્ટેમ્બર 2021થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ 12 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું છે.

નેચર ફર્સ્ટની ટીમ દ્વારા અત્યાર સુધીમાં તુલસીના ચોવીસ હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક લાખ વૃક્ષો વાવેતર માટે સંકલ્પ લીધો છે. વૃક્ષો વાવી અને છોડી દેવા તેવું નહીં પણ આ એક લાખ વૃક્ષોનો જતન પણ સાથે કરવાનો સંકલ્પ લીધો છે.

જિલ્લા કલેકટર લે છે દર અઠવાડિયે નોંધ

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા આ સંસ્થાની કામગીરીની નોંધ લેવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દર રવિવારે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક એકત્ર કરવાની કામગીરી હાથ ધરાય છે. જે કામગીરીના દરેક ફોટા જિલ્લા કલેકટર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી અને સીએમઓ સુધી માહિતી પહોંચાડે છે.

બીજા દેશ જેવી ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે: ભરતભાઈ બોરીચા

સંસ્થાના કાર્યકર ભરતભાઈ બોરીચા જણાવ્યું હતું કે બીજા દેશોની ક્લાઈમેટ ચેન્જને લઈને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે ગ્લોબલ વોર્મિંગ પણ પૃથ્વી પર સર્જાઇ રહ્યું છે. જેથી આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દરેક વ્યક્તિએ આગળ આવવું પડશે અને પૃથ્વી પ્રદૂષિત થતી અટકાવવી પડશે જો પૃથ્વી પ્રદૂષિત થતી અટકાવવા માટે આપણા તરફથી જો પ્રયત્ન કરવામાં નહીં આવે તો ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Forests, Girnar, Junagadh news, Junagadh Samachar, Plastic



Source link

Leave a Comment