હેમ આશ્રમના શીતલબેન કોણ છે ?
જાગીરી ગામે ઉંમર ફળીયામાં રેહતા શુકકરભાઈ ગાડરના પુત્ર બાબલભાઈ જાગીરી ગામનો પહેલો ગ્રેજ્યુએટ યુવાન હતા. બેગ્લોરની કંપનીમાં કામ કરતા કરતા શીતલબેનના સંપર્કમાં આવ્યા અને બન્નેના વિચારો મળ્યા અને બન્ને લગ્નગ્રંથીથી જોડાઈ ગયા.બાબલભાઈને અંગ્રેજીનાં કારણે ઘણી મુશ્કેલી પડી હતી.આ મુશ્કેલી ન પડે અને ગામડામા બાળકોને મુશ્કેલી ન પડે તે માટે ગ્રામીણ કક્ષાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું નક્કી કર્યું.
પરંતુ ગ્રામીણ કક્ષાએ ખૂબ જ ઓછી સવલતમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવીએ કંઈ નાનીસૂની વાત ન હોતી. પરંતુ શીતલબેનની પ્રેરણાથી પ્રથમ સ્કૂલ માટે તેમણે બેંગલુરુમાં હતા, ત્યારે જ વર્ષ 2008માં 35 બાળકો સાથે નિઃશુલ્ક શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો.શીતલબેન મૂળ યુ પીના બરેલી શહેરના રહેવાસી છે. પરંતુ બાબ ભાઈ સાથે લગ્ન કર્યા બાદ તેમણે બાબલભાઈના સપનને સાકાર કરવા પોતાના તમામ સ્વપ્ન ભૂલી બાળકો સાથે જીવન નિર્વાહ કરવાનું નક્કી કરી લીધું.2007 થી 2017 સુધી દંપતિ દિલ્હીમાં ગુડગાવ ખાતે એક આઈટી કંપની ચલાવતા હતા.અહીં કુલ 27 જેટલા કર્મચારી હતા. તે છોડીને ધરમપુર થી 35 કિમિ દૂર આવેલા જાગીરી ગામે અંગ્રેજી માધ્યમની શાળાનો પ્રારંભ કર્યો.શરૂઆતમાં મુશ્કેલી પડી પણ શીતલબેને હિંમત ન હારી અને આગળ વધતા રહ્યા અને આજે સફળતા મળી.
94 બાળકો એવા છે જેના માતા-પિતા નથી
જાગીરીમાં જે તે સમયે કાર્પેટની કામગીરી ચાલતી હતી. ગામના તમામ બાળકોને માતા પિતા કાર્પેટના કામમાં મોકલતા હતા.મજૂરી પેટે 1 દિવસના 30 રૂપિયા રોજ એક બાળકને મળતા હતા.લોકોને શિક્ષણ અંગે સમજણ આપવી ઘણી અઘરી હતી. છતાં ધીમે ધીમે સ્કૂલોમાં બાળક આવતા થયા અને આજે હેમ આશ્રમમાં ધોરણ 1 થી 8ની સ્કૂલ અંગ્રેજી માધ્યમની ચાલે છે. કુલ 283 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ છોકરા હેમ આશ્રમમાં જ રહે છે અને 94 બાળકો એવા છે,જેમના માતા-પિતા હયાત નથી.અહીં રહેવાની જમવાની સહિત શિક્ષણની તમામ સગવડનો ખર્ચ હેમ આશ્રમ ઉઠાવે છે. અહીં નવસારી,તાપી,ડાંગ,મહારાષ્ટ્ર,સેલવાસના વિધાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે.
અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી
યુપીના બરેલી શહેરમાં અનેક સવલતો વચ્ચે રહેલા શીતલબેનને જાગીરી ગામે વર્ષ 2017માં આવ્યા. ખૂબ જ ટૂંકી સવલતો હતી, છતાં કોઈ પણ ફરિયાદ કર્યા વગર માત્ર સ્થાનિક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક સમસ્યાનો સામનો કર્યો. જાગીરી આવ્યા ત્યારે પાવર ન હતો. કામડી અને લીપણની ભીતવાળા ઘર,મહત્વની મુશ્કેલી સ્થાનિક ડાંગી લોકલ ભાષા સમજવી અઘરી હતી. હાલ હિન્દી, અંગ્રેજી બોલનાર શીતલબેન ડાંગી બોલી ઉપર ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે.
રેલવે સ્ટેશન પરથી મળેલા બાળકો આજે કડકડાટ અંગ્રેજી બોલે
ચીખલીના ખાંભલા ગામમાં એક વ્યક્તિ દારૂના નશામાં ટ્રેન હડફેટે મોત થયું હતું અને માતાએ બીજા સાથે ભાગી લગ્ન કરી લીધી હતા.3 બાળકો અનાથ થઈ ગયા હતા. આ હકીકત જાણી શીતલબેનની આંખ ભીની થઇ ગઈ હતી. બીલીમોરા સ્ટેશન ઉપર મળેલા બાળકોને તેઓ હેમ આશ્રમ લઈ આવ્યા. આજે બંને બાળક કડકડાટ અંગ્રેજી બોલે છે.
હેમ આશ્રમનો નિયમ: સ્કૂલ પરિસરમાં અંગ્રેજીમાં જ બોલવું
હેમ આશ્રમમાં એક નિયમ બનાવ્યો છે. નિયમ મુજબ પરિસરમાં પહોચ્યાં બાદ શિક્ષક,વિધાર્થીઓ,ટ્રસ્ટી તમામએ અંગ્રેજીમાં જ વાતચીત કરવી.આ નિયમ તમામ લોકોને લાગુ પડે છે. ગ્રામીણ કક્ષાના બાળકો અંગ્રેજીમાં વાતો કરે, ઝગડા કરે, મજાક કરે તે સાંભળતા અહીં આવનારાના લોકો પોતાના કાન ઉપર વિશ્વાસ કરતા નથી.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Local 18, Valsad