ઉત્તર, ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશા માટે રંગ
મકાન અથવા ફ્લેટની ઉત્તર પૂર્વીય દિશામાં પૃથ્વી તત્ત્વ હોય છે. જેના માટે પીળો અથવા મટમેલા રંગને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. લાલ અને કસરી કલર પણ તે માટે સારો છે, પરંતુ લીલા રંગનો ઉપયોગ ના કરવો જોઈએ.
આ પણ વાંચો: Numerology : મેઘાવી હોવા છતાં આ મૂળાંકો ધરાવતા લોકો નથી થતા સફળ, જીવે છે સંઘર્ષપૂર્ણ જીવન
ઉત્તર દિશા જળ તત્ત્વનું પ્રતિક છે. જળ તત્ત્વ માટે વાદળી અને કાળો રંગ સર્વશ્રેષ્ઠ છે. સફેદ અને સિલ્વર કલર પણ તે માટે સારો છે. આ દિશા માટે પીળા અને ગોલ્ડન રંગને ખરાબ માનવામાં આવે છે. આ કારણોસર તે દિશામાં આ રંગથી દીવાલ પેઈન્ટ ન કરાવવી જોઈએ.
ઉત્તર પશ્ચિમ દિશાનું તત્ત્વ ધાતું છે. જેથી તે તરફ પેઈન્ટ કરાવવા માટે સફેદ અને સિલ્વર રંગ સૌથી સારો છે. પીળા અને ગોલ્ડન રંગને પણ સારો માનવામાં આવે છે. આ દિશા તરફની દીવાલો પર લાલ અને કેસરી કલરનું પેઈન્ટ ના કરાવવું જોઈએ.
પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ માટે પણ અલગ રંગ
પશ્ચિમનું તત્ત્વ ધાતુ છે, આ દિશા તરફની દીવાલ પર પેઈન્ટ કરાવવા માટે સૌથી રંગ સફદ અને સ્લેટી છે. પીળા અને ગોલ્ડન રંગને પણ સારો માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર લાલ અને નારંગી રંગનો પણ ઉપયોગ કરી શકાય છે.
આ દિશા તરફની દીવાલો પર લીલા રંગનું પેઈન્ટ ન કરાવવું જોઈએ, તે દિશા માટે લીલા રંગને અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાનું તત્ત્વ અગ્નિ હોય છે. અગ્નિને લાલ અને કેસરી રંગ પસંદ હોય છે. લીલા રંગનો ઉપયોગ પણ કરી શકાય છે. કાળા અને વાદળી રંગનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ પણ વાંચો: Navratri 2022: મહા અષ્ટમીનાં દિવસે મા ગૌરીને ચઢે છે નારિયળનો ભોગ, જાણો કેમ?
મકાનની દક્ષિણ અને પૂર્વ દિશામાં કાષ્ઠ તત્ત્વ રહેલું હોય છે, જેને લાઈટ લીલો રંગ પસંદ હોય છે. તમે વાદળી અથવા કાળા રંગનો પણ ઉપયોગ કરી શકો છો. આ દિશામાં દીવાલ પર સફેદ અને સિલ્વર કલરનું પેઈન્ટ ન કરાવવું જોઈએ. મધ્ય ભાગ પૃથ્વી છે, જે માટે પીળો અને ગોલ્ડન રંગ સર્વશ્રેષ્ઠ છે. લીલા રંગને અશુભ માનવામાં આવે છે. પૂર્વ દિશામાં કાષ્ઠ તત્ત્વ હોય છે, જેને લીલો રંગ પસંદ હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Astrology