Prashant Samtani, panchmahal - લગ્ન સીઝનની શરૂઆત થતાં જ લોકોએ બેંકવેટ હોલ , પાર્ટી પ્લોટ, વિડીયોગ્રાફર ,ફોટોગ્રાફર, સલૂન, હેર આર્ટિસ્ટ વગેરે બુકિંગ કરાવવાના શરૂ કરી દીધા છે. લગ્ન સિઝનમાં એક નવું ચલણ અસ્તિત્વમાં આવ્યું છે . જેવી રીતે દુલ્હનો લગ્ન પ્રસંગે જુદા જુદા પ્રકારની વિધિમાં જુદા જુદા પ્રકારે પાર્લરમાં જઈને મેકઅપ આર્ટિસ્ટ દ્વારા તૈયાર થતા હોય છે અને ફેરાના સમયે બ્રાઇડિંગ કરાવીને રેડી થતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે દુલ્હાઓ પણ મેકઅપ કરાવવામાં પાછળ નથી રહ્યા. આ વર્ષે બજારમાં સલૂન દ્વારા દુલ્હાઓ માટે પણ ગ્રુમીમ પેકેજ બનાવવામાં આવી રહ્યા છે.
ગોધરાના ખૂબ જ પ્રખ્યાત એન્જલ ફેમિલી સલૂન ના માલિક સુનિલ ખીમાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે , આ વર્ષે લગ્ન સિઝનની શરૂઆતથી જ અમારી પાસે બોઇઝ ગૃમિંગ ની ઘણી ડિમાન્ડ આવી રહી છે. અમારું સલૂન છેલ્લા આઠ વર્ષોથી દુલ્હન માટે જુદા જુદા પ્રકારના ગ્રુમ પેકેજ ની સર્વિસ પ્રોવાઇડ કરતું હતું . પરંતુ હવે દુલ્હાઓ પણ મેકઅપ કરાવતા થયા છે અને લગ્નના બે થી ત્રણ મહિના પહેલા થી જ ચાર થી પાંચ સિટિંગ માં જુદા જુદા પ્રકારની સર્વિસીસ જેમાં હેર મસાજ, બોડી સ્પા, બોડી મસાજ , પેડીક્યોર વેક્સિંગ , સેવિંગ , મેકઅપ , ફેશિયલ વગેરે જેવી સર્વિસીસ કરાવતા હોય છે. આ ઉપરાંત લગ્નના એક દિવસ પહેલા દુલ્હા ને મેકઅપ કરીને લગ્નના દિવસે તેને સંપૂર્ણ રીતે તૈયાર કરી તેનો મેકઅપ પણ કરી આપવામાં આવે છે.
દુલ્હા નું મેકઅપ પેકેજ 2100 થી લઈને 5,000 સુધીનો હોય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને સમગ્ર ગૃમ પેકેજ કરાવવું હોય તો તે 3000 થી લઈને 10,000 સુધીનું હોય છે. જેમાં લગ્નથી બે મહિના પહેલાથી જ જુદા જુદા પ્રકારની સર્વિસિસ આપવામાં આવતી હોય છે. આ વર્ષે લગ્નની સિઝનમાં દુલ્હનની જેમ હવે દુલ્હાઓ પણ નવા નવા પ્રકારના મેકઅપ કરીને તૈયાર થઈ રહ્યા છે અને લગ્નની તૈયારીઓમાં મુસ્કૂલ થઈ ગયા છે. જો તમે પણ પોતાના લગ્ન માટે ગ્રુમ પેકેજ કરાવવા માંગો છો, તો એન્જલ ફેમિલી સલૂન નો સંપર્ક સાધી શકો છો. મોબાઈલ નંબર 997 42 97 975