Panchmahal: હિરો-હિરોઇન જેમ જ પ્રિ-વેડિંગનો ક્રેઝ વધ્યો, પેકેજ જાણીને ચોંકી ન જતાં!


Prashant Samtani, Panchmahal : લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોએ ખરીદવા, પાર્ટી પ્લોટ, હોલ, ડિજે સિસ્ટમ, કેમેરામેન બુકિંગ કરી લીધું છે.. આ વર્ષે લગ્ન સિઝનમાં પ્રિવેડિંગ ફોટોશૂટિંગની ડિમાન્ડ વધુ છે . ફિલ્મોમાં જેમ હીરો હિરોઈન ગીતો ઉપર રોમાન્સ કરતા નજરે પડે છે અથવા જુદી જુદી જગ્યાએ ફિલ્મોની ગીતોના શૂટિંગ થતા હોય છે, તે શૂટિંગ જોઈને પોતાના લગ્નમાં કપલ પણ એ જ ફિલ્મી સ્ટાઇલથી રોમાન્સ ગીતો બનાવે છે . જે લગ્નના દિવસે લોન્ચ કરવાની પ્રથા અત્યારે ખૂબ જ ચલણમાં છે .જેને લોકો પ્રીવેડિંગ ફોટો શૂટિંગ પણ કહે છે.

ફિલ્મી ગીતની જેમ પ્રિ-વેડિંગ શૂટ કરાવે

ગોધરા શહેરના પ્રચલિત સ્ટુડિયો રિધમ સ્ટુડિયોના માલિક હરેશ બસરાણીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં અમે ફક્ત લગ્નનું જ વિડીયો શુટીંગ કરતા હતા. પરંતુ છેલ્લા બે કે ત્રણ વર્ષથી લોકો લગ્નના વિડીયો શુટીંગની સાથે લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટો શૂટિંગ કરાવતા થયા છે . જેમાં અમે જે ફેમસ પ્લેસીસ હોય છે જેમ કે ,ઉદયપુર , ગોવા ,દીવ, મસુરી, રાજસ્થાન વગેરે જગ્યાએ જઈને ત્યાં કપલ ફોટો શૂટિંગ કરતા હોઈએ છીએ. જેમાં અમારી સાતથી આઠ જણાની ટીમ હોય છે. જે ડ્રોન,ડીએસએલઆર કેમેરા,વિડીયો શુટીંગના કેમેરા ,જુદા જુદા પ્રકારની લાઇટિંગ, ડિમ્પલ સ્ટેન્ડસ, વગેરેની મદદથી શૂટિંગ કરવામાં આવે છે.

છ થી સાત મિનિટનો વિડિયો હોય છે

તમારા શહેરમાંથી (પંચમહાલ)

પ્રી-વેડિંગ વિડિયો છ થી સાત મિનિટનો હોય છે . જે અમે અમારા હાઈફાઈ એડિટિંગ સોફ્ટવેરમાં એડિટ કરીને કપલ્સને આપતા હોઈએ છીએ.કપલ પોતાના લગ્નના દિવસે અથવા રિસેપ્શનના દિવસે તે પ્રી-વેડિંગ વિડિયોને લોન્ચ કરે છે. ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર પણ આ વીડિયોને શેર કરી છે. તેમની યાદગાર મેમરી પોતાના પરિવાર સાથે ,મહેમાનો સાથે, સગા સંબંધીઓ સાથે અને મિત્રો સાથે શેર કરતા હોય છે.

25 હજારથી લઈ 2 લાખ સુધીનું પેકેજ

પ્રી-વેડિંગ ફોટો શૂટિંગના બજેટ ની વાત કરીએ તો , ખાસ કરીને લોકો પોતાની મન મરજી મુજબ સ્થળ પસંદ કરીને પોતાની જરૂરિયાત મુજબનું પેકેટ સિલેક્ટ કરતા હોય છે . પ્રીવેડિંગ ફોટોશૂટિંગનું પેકેજ 25,000 થી લઈને 2 લાખ સુધીનો પણ હોય છે. પંચમહાલમાં પ્રી-વેડિંગ ફોટો શૂટિંગ માટે ઘણા બધા રીસોર્ટ્સ આવેલા છે. આ ઉપરાંત પાવાગઢ, ચાંપાનેર, કલેશ્વરી જેવા સ્થળોએ પ્રી વેડિંગ ફોટો શૂટિંગ માટે ખૂબ જ પ્રચલિત છે.

જો તમે પણ પ્રી-વેડિંગ ફોટો શૂટિંગનો પક્રેઝ રાખો છો અને પોતાના લગ્નમાં પ્રિવેડિંગ ફોટો શૂટિંગ અને વિડિયો કરાવવા માંગો છો, તો પંચમહાલ જિલ્લાના કેટલાક ફેમસ વિડીયોગ્રાફરના કોન્ટેક્ટ અમે તમારી સાથે શેર કરી રહ્યા છે.

રીધમ હાઉસ - 9825745222

રીધમ સ્ટુડિયો - 9879173365

લક્ષ્મી ફોટો સ્ટુડિયો - 9904975275

First published:



Source link

Leave a Comment