Patan Congress candidate Kirit Patel openly threatened


પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજનેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નેતાઓને બેફામ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. પાટણ કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ જાહેરમાં ધમકી આપતા ભાંગરો વાટી દીધો છે. તેમણે દાદાના બે નામનો તો ઉલ્લેખ કરે છે, પણ ઈશારો ત્રણ આંગળીનો કરે છે. તેમણે કહ્યું કે, આ દુનિયામાં બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. આ જ બોલતી વખતે કિરીટ પટેલ ત્રણ આંગળીથી ઈશારો પણ કરી રહ્યા છે. અહીં સવાલ એ થાય છે કે, આખરે કિરીટ પટેલ શું ઈશારો કરી રહ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલનો ઈશારો કોની સામે? પ્રચારમાં ધમકી આપતા કિરીટ પટેલે ત્રણ આંગળીનો ઈશારો કર્યો હતો.

‘નવમીએ આપણે દાદાનો હિસાબ કરી દીઈશું’

પાટણ કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલની ધમકી સામે આવી છે. તેમણે પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અંગે બોલ્યા કહ્યુ કે, કે.સી.પટેલ પોતાનો પેટ્રોલ પંપ બચાવી શક્યા નથી. 7 લાખ દંડ ભર્યો, તોડવાનો હુકમ થયો છે. પેટ્રોલ પંપ નથી બચાવી શક્યા, ગાય કેવી રીતે બચાવશે? એ પાતાને દાદા સમજતા હોય તો કહી દેજો, આ દુનિયામાં બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. આઠમીએ આપણું જીતનું વરઘોડુ છે. નવમીએ આપણે દાદાનો હિસાબ કરી દીઈશું.

નોંધનીય છે કે, તેમણે પાટણનાં સબોસણ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધમકી આપી હતી. જ્યારે 2017 બાદ ફરી એકવાર ગાયો મુદ્દે કિરીટ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી શકે છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat Assembly Election 2022, Patan news





Source link

Leave a Comment