Table of Contents
હરિદ્વાર
ભારતનું સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક હરિદ્વાર છે. ગંગા નદીના તટ પર વસેલું આ એક સુંદર શહેર છે. માનવામાં આવે છે કે ગંગા નદીમાં સ્ના કરવાથી તમારા બધા પાપ ધોવાઇ જાય છે. આ સિવાય અહિંયા કોઇ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો એને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ હરિદ્વારમાં નારાયણ શિલા પર પિતૃઓનું તર્પણ કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આ રાશિવાળાએ ભૂલથી પણ ન પહેરવો જોઇએ હીરો
મથુરા
મથુરા એક તીર્થ નગર છે જ્યાં પિંડદાન સમારોહ થાય છે. આ શહેર યમુના નદીના તટ પર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે મથુરામાં પૂર્વંજો માટે શ્રાદ્ધ રાખીને એમનું તર્પણ કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઉજ્જૈન
મહાકાલ નગરીના નામથી પ્રસિદ્ધિ ઉજ્જૈન મધ્ય પ્રદેશમાં સ્થિત છે. આ શહેર પિંડદાન સમારોહ માટે એક આદર્શ સ્થાન છે. શિપ્રા નદીના તટ પર સ્થિત આ શહેરમાં લોકો એમના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા અને પિંડદાન કરવા માટે આવે છે.
પ્રયાગરાજ
માન્યતાઓ અનુસાર પ્રયાગરાજમાં પૂર્વજોનું પિંડદાન કરવાથી મૃત્યુ પછી આત્માને જે કષ્ટમાંથી પસાર થવું પડે છે એ અહિંયા પિંડ દાન કરવાથી પૂરું થઇ જાય છે.
અયોધ્યા
ભગવાન રામની જન્મભૂમિથી દરેક લોકો પરિચિત છે. અહિંયા પિંડદાન કરવા માટેની સૌથી સારી જગ્યા છે. આજના આ સમયમાં પણ હજારો લોકો અહિંયા આવે છે અને પૂર્વજો માટે હવન કરાવતા હોય છે. આ સાથે જ એમના માટે શ્રાદ્ધ પણ રાખતા હોય છે.
આ પણ વાંચો: ભણવામાં ટોપ કરે છે આ બાળકો
વારાણસી
વારાણસીને આપણે બનારસ નામથી પણ ઓળખીએ છીએ. ભારતની સૌથી પવિત્ર નદી ગંગાના કિનારે વસેલું આ શહેર પ્રમુખ તીર્થ સ્થળોમાંનું એક છે. ગંગા નદીના તટ પર અહિંયા લોક મૃત પૂર્વજો માટે પિંડદાન કરીને હવન કરાવતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Pitru paksha, Pitru paksha 2022, ધર્મ, ધર્મ ભક્તિ