Planet Transits in September 2022: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનાં રાશિ પરિવર્તન, ચાલમાં બદલાવ અને સ્થિતિમાં પરિવર્તનનાં આધાર પર ગણનાઓ કરવામાં આવે છે. ગ્રહ ગોચર અને ગ્રહોની સ્થિતિમાં બદલાવની અસર તમામ લોકોનાં જીવન પર પડે છે. આ વર્ષે 24 સપ્ટેમ્બરનાં એક સાથે 5 તાકાતવર રાજયોગ બની રહ્યાં છે. 5 પાવરફૂલ રાજયોગ બનવાનો આ અદ્ભૂત સંયોગ 59 વર્ષ બાદ બની રહ્યો છે. આ દિવસે શનિ, બુધ અને ગુરુ વક્રી રહેશે. આ ઉપરાંત સૂર્ય અને બુધ મળીને બુદ્ધાદિત્ય યોગ અને શુક્ર ગોચર કરી નીચભંગ રાજયોગ બનાવશે. આ રીતે 24 સપ્ટેમ્બર 2022નાં 2 પ્રકારનાં નીચ ભંગ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, ભ્રદ રાજયોગ અને હંસ નામનો રાજયોગ બની રહ્યો છે. આ 5 રાજયોગ ખૂબ જ શુભ અસર પાડશે.