Grah Gochar in 2022: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં દરેક ગ્રહની ગતિમાં પરિવર્તન અને ગોચરનો સમય નિશ્ચિત હોય છે. ગ્રહો ગોચર કરે અથવા વક્રીગતિ કરે ત્યારે તેની તમામ રાશિઓ પર મોટી અસર પડે છે. વર્ષ 2022ના 8 મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે અને બાકીના સાડા ત્રણ મહિનામાં મહત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થશે. આ દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ રાશિ પરિવર્તન કરશે. બીજી તરફ શનિ ગ્રહ પણ માર્ગી હશે. કેટલીક રાશિઓ પર તેની ખૂબ જ શુભ અસર પડશે. આ લોકોને ઘણો ધનલાભ અને સફળતા મળશે.