બનાસકાંઠા: ગુજરાતી ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે દિવસભર ઉત્તર ગુજરાતમાં ચાર સભા સંબોધશે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત છે ત્યારે પીએમ મોદીની સભા મતદારોનો મિજાજ બદલે છે કે નહીં તે તો આગામી ચૂંટણી પરિણામમાં જ દેખાશે. આજે પીએમ મોદી પહેલા પાલનપુર પછી મોડાસામાં સભા સંબોધશે. જે બાદ તેઓ બપોરે દહેગામ જવા રવાના થશે અને સાંજે બાવળામાં સભાને સંબોધશે. જે બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
આજે પ્રધાનમંત્રી મોદી અરવલ્લીના મોડાસામાં પણ સભા સંબોધન કરશે. સભાની તમામ તૈયારીઓ પુર્ણ થવાના આરે છે. PM મોદીના કાર્યક્રમને લઈ મોડાસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. છ SP , 12 DYSP , 22 PI , 42 PSI સાથે SPG અને NSGની ટીમો પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.