ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી નગર ખાતે ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બનાવવાની મહત્વાકાંક્ષી યોજનામાં વિલંબ થયો હતો કારણ કે ઘણા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, “કચ્છ અને કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ને પીવાનું પાણી પૂરું પાડવાનો એકમાત્ર ઉપાય નર્મદા પ્રોજેક્ટ હતો. તમે ગઈકાલે જોયું જ હશે કે કેવી રીતે એક કોંગ્રેસી નેતા એક મહિલા સાથે પદયાત્રા કરી રહ્યા હતા જે સરદાર સરોવર ડેમ વિરોધી કાર્યકર્તા હતી. તેણે અને અન્ય લોકોએ કાનૂની અડચણો ઊભી કરીને ત્રણ દાયકા સુધી પ્રોજેક્ટને અટકાવ્યો હતો.”
વિરોધીઓએ ગુજરાતને બદનામ કર્યું- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું‘‘આ કાર્યકર્તાઓએ એટલા માટે પ્રદર્શન કર્યું કે અહીં પાણી પહોંચે નહીં’’તેમણે કાર્યકર્તાઓ પર ગુજરાતને તે હદ સુધી બદનામ કરવાનો આરોપ લગાવ્યો કે વિશ્વ બેંકે આ પરિયોજના માટે નાણાકિય મદદ આપવાનું બંધ કરી દીધુ. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ તમારી પાસે વોટ માંગવા માવે તો હું ઇચ્છું છું કે, તમે તેમને સવાલ કરો કે વિપક્ષી પાર્ટી ક્યા આધારે વોટ માંગી કરી છે. જ્યારે તેમના નેતા એક એવી મહિલા સાથે પદયાત્રા કરી રહ્યા છે જે નર્મદા પરિયોજનાની વિરૂદ્ધ હતી. હું તમને કોગ્રેસ પાસે આ સવાલ પૂછવાનો અનુરોધ કરૂ છું.’’
આ પણ વાંચો : ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપ સાથે કેમ છે? હાર્દિક પટેલે જણાવ્યું કારણ
ભાજપ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે- પીએમ
પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નાના બાંધ બનાવવા, નવા કૂંવા અને તળાવોનું ખોદકામ તથા પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની વિભિન્ન યોજનાઓ દ્વારા પાણીની અછતને હલ કરવા માટે 20 વર્ષ સુધી સખત મહેનત કરી છે. તેમણે કહ્યું,‘‘આજે આખા કચ્છ કાઠિયાવાડ ક્ષેત્રને પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી મળી રહ્યું છે. અમે સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમે સમજીએ છીએ કે પાણી અને વીજળી વિકાસ માટે જરૂરી છે. કોંગ્રેસ સરકારને માત્ર હેન્ડપમ્પ લગાવવામાં રસ હતો.’’
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે ચમણોમાં મતદાન થવાનું છે. એક અને પાંચ ડિસેમ્બરે મતદાન થશે. જેની મતગણતરી આંઠ ડિસેમ્બરે થશે. ધોરાજીમાં મતદાન એક ડિસેમ્બરે થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Pm modi in gujarat, PM Modi speech