આ ચિત્તાઓના સન્માનમાં તાળીઓ વગાડો
પીએમ મોદીએ કહ્યું કે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડવાની તક મળી છે. દૂરના દેશથી મહેમાનો આવ્યા છે. આ ચિત્તાઓના સન્માનમાં તાળીઓ વગાડો. હું મધ્યપ્રદેશ અને દેશના લોકોને અભિનંદન આપું છું. સ્વયં સહાયતા સમુહની મહિલાઓને સંબોધિત કરતા પીએમએ કહ્યું કે દેશની છોકરીઓ ક્યારેય કોઈથી પાછળ રહી નથી. મધ્યપ્રદેશમાં જળ પરિયોજનાઓનો સમુહ હાથમાં છે. અમારું લક્ષ્ય છે કે દરેક ગ્રામીણ પરિવાર અભિયાન સાથે જોડાય. સ્વય સહાયતા અભિયાનમાં ઘણી બહેનો જોડાઈ છે.
વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટની ખાસ યોજના
પીએમએ કહ્યું કે સપ્ટેમ્બરનો આ મહીનો દેશમાં પોષ-માહ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ભારતના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરષ્ટ્રીય સ્તર પર મોટા અનાજના વર્ષ તરીકે રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે. ગામની અર્થવ્યવસ્થામાં, મહિલા ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માચટે, તેમના માટે નવી તકો સર્જવા માટે અમારી સરકારો નિરંતર કામ કરી રહ છે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટના માધ્યમથી અમે દરેક જિલ્લાની લોકલ ઉત્પાદોને મોટા બજાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Modi Govornment, Modi govt, Narendra Modi birthday, PM Narendra Modi Live