post-poll preparations, counting of votes will take place at these three places in Ahmedabad


અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ એક તરફ ઉમેદવારઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ચૂંટણીપંચનું તંત્ર મતદાન અને મતગણતરીની તૈયારીઓ વ્યસ્ત બન્યું છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતગણતરી હાથ ધરાવાની છે ત્યારે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરાવાની છે જેની તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે.

અમદાવાદમાં આ ત્રણ જગ્યાએ થશે કાઉન્ટીંગ

આગામી ડિસેમ્બર માસમાં 1લી તારીખએ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર ,કચ્છ સહિત દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન 1 ડિસેમ્બરે, જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતની 93 બેઠકો માટે મતદાન 5 ડિસેમ્બરે થશે. જયારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ત્રણ જગ્યાએ એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરાવાની છે જેની તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે.

આ પણ વાંચો: શું વાયરલ કરવું? ભાજપ, કોંગ્રેસ અને આપએ ખેરખાંઓને કામે લગાડ્યા

8 ડિસેમ્બર સુધી EVM મશીન CCTVની દેખરેખમાં મૂકાશે

અમદાવાદના એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ સહિત જગ્યાએ સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન બાદ EVM મશીન મતગણતરી કેન્દ્રો પર લાવવામાં આવશે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 8 ડિસેમ્બર સુધી EVM મશીન CCTVની દેખરેખમાં મૂકાશે.

વ્યવસ્થાને આખરી ઓપ આપવાની તૈયારી શરૂ

8 ડિસેમ્બરે ઉમેદવાર અને તેમના ટેકેદારો, જ્યારે અધિકારીઓ મતગણતરી કેન્દ્રમાં બેસીને મતગણતરી કરી શકે તેવી વ્યવસ્થાને આખરી ઓપ આપવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દ્વારા કરાઈ રહેલી તૈયારીને પરિણામે મતગણતરી બાદ બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું હોય છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને ત્યાર બાદ મત ગણતરી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થાય તેની જહેમત ચૂંટણી પંચ ઉઠાવી રહ્યું છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022, Gujarat News



Source link

Leave a Comment