Table of Contents
ભારત આજે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે: PM
PM મોદીએ કહ્યું કે, ‘આપણા ફોરેસ્ટ કવરમાં પણ વધારો થઈ રહ્યો છે, અને તળાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારત આજે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. આગામી 25 વર્ષ દેશ માટે ખુબ જ મહત્વના છે. પોતાનો વાયદાઓ પુરા કરવા માટેના અમારા રેકોર્ડના કારણે આજે દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે.’
પ્રધાનમંત્રીએ ચિત્તાની વાતનો પણ ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે, ‘પાછલા કેટલાક વર્ષોમાં સિંહ, વાઘ, હાથી, એક શિંગી ગેંડા અને દિપડાની સંખ્યામાં પણ વધારો થયો છે. થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશમાં ચિત્તાની ઘર વાપસી કરવા થવાથી લોકોમાં એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટ રાખ્યો છે, હાલ આપણા દેશનું ફોકસ ગ્રીન ગ્રોથ પર છે અને ગ્રીન જોબ પર છે. આના માટે તમાત રાજ્યાના મંત્રાલયોની ભૂમિકા ખુબ જ મહત્વની છે.’
જ્યા વિપુલ પ્રમાણ પાણી હતું ત્યાં આજે પાણીની અછત છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કહ્યું કે,‘હું દરેક મંત્રાલયોને પાસેથી આગ્રહ રાખુ છુ કે સર્કુલર અર્થતંત્રને વધારે મહત્વ આપે. તેનાથી ઘન કચરાનુ વ્યવસ્થાપન અને એક વખત વપરાતા પ્લાસ્ટીકથી મુક્તિ મેળવાના આપણા અભિયાનને વધુ તાકાત મળશે. આજ આપણે દેખીએ છીએ કે જે રાજ્યોમાં વિપુલ પ્રમાણ પાણી હતું ત્યાં આજે પાણીની અછત જોવા મળે છે. આ સમસ્યા ફક્ત પાણી વિભાગની નથી પણ પર્યાવરણ વિભાગે પણ આ સમસ્યાને પોતાની સમસ્યા સમજવી જોઈએ.’
આ પણ વાંચો: જાગો છો? પીએમ મોદીએ અડધી રાતે ફોન કરીને જગાડ્યા, વિદેશમંત્રીએ રસપ્રદ કિસ્સો યાદ
પર્યાવરણની મંજૂરીના નામે ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામ અટકાવામાં આવે છે : PM
તેમણે કહ્યું કે, વાઈલ્ડ લાઈફના કારણે ભલે વૈશ્વિક ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો નહિવત છે, પરંતુ આપણે હવે જાગૃત થવું પડશે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર વગર દેશનો વિકાસ, દેશવાસીઓના જીવનસ્તરમાં સુધારવાનો પ્રયાસ શક્ય નથી. પરંતુ આપણે જોયું છે કે પર્યાવરણની મંજુરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરનુ કામ કેવી રીતે અટકાવામાં આવે છે’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Prime minister of india, પીએમ મોદી, સુરત