આ સાથે જ પીએમ 29 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે. ભાવનગરમાં તેઓ 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. આ સભામાં 2 લાખ લોકો એકઠા થવાની સંભાવના છે. આમ પીએમ મોદી આગામી સમયમાં ગુજરાતનો ઝંઝાવાતી પ્રવાસ કરવાના છે અને તેનો આરંભ નવરાત્રીમાં જ થઈ જશે.
નવરાત્રિમાં પ્રધાનમંત્રી કરશે અનેક સભાઓ
5 દિવસમાં 12 થી વધુ જનસભા સંબોધશે29,30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે
9 થી 11 ઓકટોબરે આવશે પ્રધાનમંત્રી મોદી #Gujarat pic.twitter.com/8Sv3lRCtfx
— News18Gujarati (@News18Guj) September 19, 2022
ગુજરાતમાં નેશનલ મેયર કોન્ફોરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ કોન્ફરન્સમાં 121 મેયર અને ડેપ્યુટી મેયર ગુજરાત આવશે. 18 રાજયોના મેયર અને ડેપ્યુટી મેયર ગુજરાત આવશે. કોન્ફરન્સમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ જોવા મળશે. જેમાં 18 મહિલા મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો- Video: ઉત્તરાખંડમાં પાણીમાં તણાયો યુવક
આ કાર્યક્રમમાં તમામ મેયરો પોતાના શહેરમાં કરેલા કાર્યો વિશે માહિતી આપશે. તે ઉપરાંત વધુ સારી સુવિધા કઈ રીતે આપી શકીએ તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા માર્ગદર્શન આપશે. ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય અર્બન ડેવલોપમેન્ટ મંત્રી ડો. હરદીપસિંહ પુરી પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ પણ વાંચો- જૂનાગઢના બુટગલેરે વીડિયો બનાવી પોલીસને ધમકી આપી
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાં આવતીકાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. વિધાનસભાના ટૂંકા સત્રને લઈ બેઠક બોલાવવામાં આવી છે. તમામ ધારાસભ્યોને બે દિવસની કામગીરી મુદ્દે માહિતી આપવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજરી આપશે. આવતીકાલ મોડી સાંજે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Narendra modi gujarat visit, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી