પીએમ મોદીને આમ તો દેશના કોઈપણ રાજ્યમાં ચૂંટણીમાં હાર પસંદ નથી અને ગુજરાત હોમ સ્ટેટ છે. ગુજરાત મોડેલના આધારે કેન્દ્રની ગાદી પણ પીએમએ મેળવી છે. ગૃહ રાજ્ય હોવાના કારણે પીએમ મોદીને ગુજરાત જાય એ પોસાય તેમ નથી. એટલે જ આ વખતે પીએમે કમાન પોતાના હાથમાં લઈ લીધી છે અને તબક્કાવાર ગુજરાતની મુલાકાતે આવી પ્રચાર કરી રહ્યા છે. લોકાર્પણ અને ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. 29 અને 30 સપ્ટેમ્બરે પીએમ મોદીના અમદાવાદ, અંબાજી, ભાવનગર અને સુરતમાં કાર્યક્રમો છે.
અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ શહેર જિલ્લાની 21 બેઠક પૈકી 5 બેઠક પર બીજેપીને નુકસાન થયું હતું. જેની પાછળનું સૌથી મોટું કારણ છે મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બીજેપીથી પ્રજા નારાજ છે. એ મત અંકે કરવા હોય તો પીએમ મોદીને સીધા જ મેદાને આવવું પડે અને એટલે જ મોદી એક બાદ એક કાર્યક્રમ ગોઠવી રહ્યા છે.
આ પણ વાંચો: નવરાત્રિ મહોત્સવમાં PM મોદી ઉપસ્થિત રહ્યા, માં જગદંબાની આરતી ઉતારી
બીજી બાજુ, પીએમ અંબાજી દર્શન કરવા પણ જવાના છે. બનાસકાંઠાની વાત કરીએ તો, આ જિલ્લાની 5 સીટ કોંગ્રેસ પાસે છે, તો 2 સીટ બીજેપી પાસે છે. બનાસકાંઠામાં મોટો મતદાર વર્ગ ઠાકોર અને ચૌધરી છે. હાલમાં ચૌધરી બીજેપીથી નારાજ છે તો ઠાકોરનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે. હાલમાં સ્થિતિ ડામાડોળ છે. બનાસકાંઠામાં અંબાજી સ્થળ પણ એટલે પસંદ કરવમાં આવ્યું છે કે, હિન્દુત્વનો મેસેજ પણ જાય અને મતો અંકે પણ કરી શકાય.
આ સિવાય પીએમે ભાવનગરની મુલાકાત પણ લીધી હતી. ભાવનગર જિલ્લામાં 1 જ સીટ કોંગ્રેસ પાસે છે. બાકીની સીટ પર બીજેપીનો કબ્જો છે. ભાવનગરમાં કોળી મતદારો મોટી સંખ્યામાં છે. એ બીજેપીને અંકે કરવા જરૂરી છે. જેને લઈને પીએમ જો ભાવનગર પ્રવાસ કરે તો આ મતદારો રિઝવવામાં ફાયદો થાય શકે છે.
આ સિવાય સુરત કે જ્યાં ગત ચૂંટણીમાં ભલે તમામ સીટ બીજેપીને મળી હોય પણ હાલમાં સ્થિતિ અલગ છે. જેથી બીજેપીને આ વિસ્તારમાં કમર કસવી જરૂરી છે. ગત કોર્પોરેશન ચૂંટણી દરમિયાન બીજેપીને મોટું નુકસાન થયું હતું અને લેઉવા મતદારોએ અંતર રાખ્યું હતું. એવી જ સ્થિતિમાં જો આગામી વિધાનસભા ચૂંટણી થાય તો ભારે નુકસાન થાય અને બીજેપીને શહેરી સીટ તૂટે તે પોસાય તેમ નથી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Election 2022, Gujarat News, PM Modi પીએમ મોદી