Dong Geon Lee: પ્રો કબડ્ડી લીગે આ રમતની લોકપ્રિયતાને વિશ્વભરમાં ફેલાવવામાં મદદ કરી છે અને સિઝન 9માં અદાણી ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતા દક્ષિણ કોરિયાના ખેલાડી ડોંગ જૉન લી તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.એક બાસ્કેટબોલ ફેન અને ગરમ વાતાવરણને પસંદ કરનાર, લીને આશા છે કે ભારતમાં અદાણી ગુજરાત જાયન્ટ્સ સાથેનો તેમનો કાર્યકાળ તેમને રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ માટે અને તેની સાથે જ એશિયન ગેમ્સમાં પ્રવેશવાના તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરશે.
એશિયન ગેમ્સમાં દેશ માટે રમવા માંગુ છુંમેં મારા યુનિવર્સિટીના દિવસો દરમિયાન કબડ્ડી રમવાનું શરૂ કર્યું હતું. ત્યાં કબડ્ડીના ખેલાડીઓની સંખ્યા ઘણી ઓછી હતી, કદાચ 50 જેટલી. પરંતુ હું રમવા માંગતો હોવાથી મેં તેમાં ધ્યાન આપવાનું ચાલું રાખ્યું. હું એશિયન ગેમ્સમાં દેશ માટે રમવા માંગુ છું તેમ લીએ જણાવ્યું હતું.પહેલી વખત 2017માં કબડ્ડી રમવા માટે ભારત આવેલા લીને ગુજરાત જાયન્ટ્સના કોચ રામ મેહર સિંઘ સાથે કામ કરવાની મજા આવે છે અને તેમના અનુભવમાંથી શીખવા માટે ઉત્સુક છે.રામ મેહર સિંહ ખૂબ જ સારા કોચ છે. હું તેમના માર્ગદર્શન હેઠળ વધુ પ્રેક્ટિસ અને અનુભવ સાથે રમતમાં સુધારો કરીશ. અહીં રમીને, મને વધુ શીખવા મળે છે, અને હું કોરિયાના અન્ય ખેલાડીઓને શીખવાડી શકું છું જેથી અમે વધુ મેચ જીતી શકીએ. પ્રેક્ટિસ દરમિયાન કોચ ઘણા ટફ બનીને અમને શીખવાડે છે, જોકે તે જરૂરી છે કે જેથી અમે ભૂલો ના કરીએ.
આ પણ વાંચો: ભારત સામે પરાજય બાદ ન્યુઝીલેન્ડને જોરદાર ફટકો, ત્રીજી મેચમાં કેપ્ટન પોતે જ નહીં રમે, જાણો કારણ
હું હિન્દી શીખી રહ્યો છું
લી એ જણાવ્યું હતું કે ભલે કબડ્ડી તેના દેશની સૌથી લોકપ્રિય રમત ન હોય, પરંતુ અજય ઠાકુર અને પવન સેહરાવત જેવા નામો જાણીતા છે. ભાષાને કારણે કોઈ સમસ્યા નહીં નડતી હોવાનું જણાવતા તેણે ઉમેર્યું હતું કે કબડ્ડીએ ઝડપી મૂવમેન્ટ અને ત્વરીત નિર્ણયની રમત છે. કબડ્ડી એ કોચની વાત સાંભળવા અને યોજનાને અમલમાં મૂકવા વિશે છે. મને ભાષા સાથે કોઈ સમસ્યા નથી. હું હિન્દી શીખી રહ્યો છું. પહેલા વર્ષે હું વધારે રમ્યો ન હતો. હવે જ્યારે ઘણા બધા ફેરફારો થયા છે, ત્યારે મારામાં રમતની વધુ સારી સમજ વિકસી છે.
આ પણ વાંચો: રોહિત શર્માને પણ કાઢો… ચેતન શર્માની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી બાદ ઉઠી માંગ
પ્રોફેશનલ લેવલે ટેલેન્ટ અને પેશન મહત્વના છે
લેજન્ડરી માઈકલ જોર્ડનથી પ્રેરિત અને ભારતીય ફૂડના ચાહક એવા લીનું કહેવું છે કે હવે તે ગેમ્સ પહેલા કે રમત દરમિયાન નર્વસ નથી થતો.પ્રોફેશનલ લેવલે ટેલેન્ટ અને પેશન મહત્વના છે અને અદાણી ગુજરાત જાયન્ટ્સ સાથે પીકેએલમાં રમ્યા બાદ મને આશા છે કે, કદાચ આવતા વર્ષે અથવા કદાચ એશિયન ગેમ્સ પછી કોરિયાના વધુ ખેલાડીઓ તેમાં જોડાશે તેમ લીએ જણાવ્યું હતું.પ્રો કબડ્ડી લીગમાં ડોંગ જિઓન લી સહિતની ગુજરાત જાયન્ટ્સની ટીમ આગામી મુકાબલામાં 21 નવેમ્બર, સોમવારે યુપી યોદ્ધાઓ સામે ટકરાશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarati news, Pro Kabadddi League, Pro Kabaddi, Sports news, પ્રો કબડ્ડી લીગ