અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કોઠારીયાના કમાને યાદ કરીને જાહેરમાં ઇનામની જાહેરાત કરાઈ હતી. અમેરિકામાં વસેલા ગુજરાતી હરિભાઈએ કમાને યાદ કરીને 500 ડોલરની ભેટ આપી છે.
તમને જણાવી દઇએ કે, નાનપણથી માનસિક દિવ્યાંગ એવા કમાને એક ડાયરામાં પ્રખ્યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્સ કરતા જોયો હતો અને કમાના વખાણ કરતા કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ પ્રખ્યાત બન્યો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે.
કમાને મળ્યું અમેરિકાથી ઈનામ
કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં કમાને 500 ડોલરની ભેટ મળી#Gujarat pic.twitter.com/ALtunZrQ5c
— News18Gujarati (@News18Guj) September 18, 2022
મહત્ત્વનું છે કે કોઠારિયામાં એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીના લોકગીત પર કમાએ પોતાના આગવા અંદાજમાં ઠુમકા લગાવ્યા હતા. અને ત્યારથી સોશિયલ મિડીયામાં કોઠારિયોના કમાનો વીડિયો ખુબ વાયરલ થયો હતો અને એટલી જ લોકચાહના પણ મળી હતી.
આ પણ વાંચો- બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી, બે લોકોના મોત
કિર્તિદાન સાથેનો વીડિયો સૌપ્રથમવાર સોશિયલ મિડીયામાં ધુમ વાયરલ થયો અને કમાની લોકપ્રિયતા દિવસે ન વધે એટલી રાત્રીના વધવા લાગી છે. આજે કમો એટલે કે કમલેશભાઇ દલવાડી સોશિયલ મિડીયાનો અને ડાયરાનો સ્ટાર બની ગયો છે.
આ પણ વાંચો- ‘ચંદીગઢ યુનિવર્સિટી’ની શરમજનક ઘટના પર સોનુ સૂદનું નિવેદન
કમલેશ ઉર્ફે કમો મુળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઇ છે. નરોત્તમભાઇને ત્રણ દિકરા પૈકી કમો સૌથી નાનો દિકરો છે. કમો જન્મથી જ માનસિક દિવ્યાંગ હોવા છતાં તેના માતા પિતાએ તેનો ઉછેરમાં સહેજ પણ કચાશ રાખી ન હતી પરંતુ કુદરતને કંઇ અલગ જ મંજૂર હતુ. જેથી કમો તેની મસ્તીમાં જ ફરતો હતો. કમો નાનપણથી જ ખુબ ધાર્મિક અને સેવાભાવી સ્વભાવ ધરાવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kirtidan Gadhavi, અમેરિકા, ગુજરાત