Pushpa style chaniyachori is on trending on this Navratri 2022 in Jamnagar jsv dr – News18 Gujarati


Sanjay Vaghela, Jamnagar: ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રીને હવે બસ ગણતરીનાં જ દિવસો બાકી છે. નવરાત્રીની યુવાધન કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કોરોનાનો કપરો કાળ વીતી ગયો છે, આ વર્ષે લોકડાઉન કે ગાઈડલાઈનની પણ કોઈ માથાકૂટ નથી એટલે પાર્ટી પ્લોટમાં નવલા નોરતાની ઉજવણી કરવા માટે યુવાનો થનગની રહ્યા છે. તો આ વર્ષની નવરાત્રીને લઈને વેપારી વર્ગ પણ ખુશ જણાઈ રહ્યો છે કારણ કે તેમને ત્યાં ખુબ જ ઘરાકી જોવા મળી રહી છે. વેપારીઓ આ વખતે ખેલૈયાઓને પ્રથમ નજરે જ ગમી જાય તેવા ટ્રેડિશનલ નવરાત્રીનાં ડ્રેસ લઈને આવ્યા છે. જેમ કે આ વખતે પુષ્પા, ભૂલભુલૈયા ફિલ્મનાં નામ પરથી ચણીયાચોરી ઉપલબ્ધ છે જેનો યુવતીઓ ખુબ જ ડિમાન્ડ કરી રહી છે. તો કેવી છે આ પુષ્પા સ્ટાઇલની ચણિયાચોરી, શું તેની ખાસિયત છે આવો જાણીએ.

જામનગરમાં છેલ્લા અનેક વર્ષથી નેહાબેન અને તેમના પતિ ધવલભાઈ નવરાત્રીનાં કપડાંનો વ્યવસાય કરે છે. તેઓનું કહેવું છે કે આ વર્ષે બજારમાં અનેક પ્રકારની ચણિયાચોરી અલગ અલગ ડિઝાઇન સાથે માર્કેટમાં આવી છે. ખાસ કરીને યુવતીઓ લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ચણિયાચોરીની ડિમાન્ડ કરે છે. તેઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારની ચણીયાચોરી બનાવવામાં આવી છે. જેમાં પુષ્પા, ભૂલભુલૈયા, રામ લીલા, બાજીરાવ મસ્તાની ફિલ્મનાં નામ પર ચણીયાચોરી ઉપલબ્ધ છે. આ તમામ નામની ચણિયાચોરીમાં અલગ અલગ ખાસિયત છે, જેમ કે પુષ્પા ચણિયાચોરીમાં ડબલ લેયર હોય છે અને ડબલ શેડ હોય છે.

એટલું જ નહીં આ ચણિયાચોરી આગળ પાછળ બંને બાજુએથી પણ પહેરી શકાય છે. જવેલરીમાં અફઘાન જવેલરીની ખુબ જ ડિમાન્ડ ચણિયાચોરીનાં વેપારી નેહાબેને જણાવ્યું કે તેઓ ચણિયાચોરીનું કામ ઘરે જ કરે છે. આ કામમાં તેના પરિવાર અને માતા મદદ કરે છે. તેઓ જામનગરમાં ડીકેવી સર્કલ પાસે દુકાન શરૂ કરી છે. વાત કરીએ આ ચણીયાચોરીનાં ભાવની તો આ વર્ષે ખેલૈયાઓમાં નવરાત્રીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આથી ભાવની ચિંતા કર્યા વગર ચણીયાચોરીની ખરીદી કરી રહ્યા છે. અમારે ત્યાં 1500થી લઈને પાંચ હજાર સુધીની ચણિયાચોરી ઉપલબ્ધ છે, આ સિવાય જરૂરિયાત પ્રમાણે તેઓ તેમાં ફેરફાર પણ કરી શકે છે. તો ચણિયાચોરીની સાથે સાથે જ્વેલરી પણ રાખે છે, આ વર્ષે અફઘાન જવેલરીની ખુબ જ ડિમાન્ડ છે.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Jamangar News, Jamnagar News, Navratri 2022, Navratri Fashion, જામનગર સમાચાર, નવરાત્રી



Source link

Leave a Comment