Queen Elizabeth Funeral, prince harry not wearing militry uniform


લંડનઃ બ્રિટનના મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર સમારોહમાં શાહી પરિવારના સભ્યો સૈનિક ડ્રેસમાં જોવા મળ્યા હતા. ત્યારે કેટલાંક એવા પણ હતા કે તેમણે સૈનિક ડ્રેસ નહોતો પહેર્યો. દિવંગત મહારાણીને રાજકીય સન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટમિંસ્ટર એબેથી એક જૂલુસ સાથે અંતિમયાત્રાની શરૂઆત થઈ હતી. આ દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીય, પ્રિન્સેસ એની, પ્રિન્સ એડવર્ડ અને પ્રિન્સ વિલિયમે સૈનિક ડ્રેસ પહેર્યો હતો. તો બીજી તરફ, પ્રિન્સ એન્ડ્ર્યૂ અને પ્રિન્સ હેરી સૈનિક ડ્રેસમાં જોવા મળ્યા નહોતા. તેને લઈને સવાલો ઊભા થયા છે.

બે શાહી પરિવારના સભ્યોએ સૈનિક ડ્રેસ નહોતા પહેર્યા

બકિંગહામ પેલેસ તરફથી આ સમાચારની પુષ્ટી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાહી પરિવારના માત્ર કામકાજના માણસો જે સૈન્ય રેન્ક રાખે છે, તે રાણીના અંતિમસંસ્કાર સુધી અને તેમાં સામેલ થનારા દરેક કાર્યક્રમોમાં સૈનિક ડ્રેસ પહેરશે. જો કે, એન્ડ્ર્રયૂ અને હેરી બંને હવે શાહી પરિવારના સભ્યો નથી. તેથી તેમને જૂલુસમાં સામેલ થવા માટે સૂટ પહેર્યો હતો. પ્રિન્સ હેરીની સાથે ચાલનારા પિતરાઈ ભાઈ પીટર ફિલિપ્સે પણ એક સૂટ પહેર્યો હતો. કારણ કે તેની પાસે સૈન્ય રેન્ક નહોતો.

આ પણ વાંચોઃ LIVE: ક્વિન એલિઝાબેથ-IIનું તાબૂત વિન્ડસર કેસલ પહોંચ્યું

એક નાગરિકે ટ્વીટર પર નારાજગી દર્શાવી

ત્યાં જ પ્રિન્સ હેરીને તેનો સૈનિક ડ્રેસ ન પહેરવા દેવા મામલે લોકોમાં નારાજગી ફેલાઈ છે. એક યુઝરે ટ્વીર પર લખ્યુ હતુ કે, ‘પ્રિન્સ હેરીને મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કારમાં સૈન્ય ડ્રેસ પહેરવાની મંજૂરી ન આપવામાં આવી તે વાત સાથે હું સહમત નથી. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ હેરી એકમાત્ર હતા કે જેમણે અફઘાનિસ્તાનની મુલાકાતોમાં સેવા કરનારા એકમાત્ર શાહી ખાનદાનના સભ્ય હતા.’

આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથની કુંડળીમાં ‘રાશિ પરિવર્તન રાજયોગ’

‘તેઓ કોઈપણ યુનિટના કર્નલ ઇન ચીફ નથી’

તેના જવાબી પક્ષે ‘ક્લાઇવ હિલ’ જેનો ટ્વિટર બાયો કહે છે કે, તેઓ એક પૂર્વ સૈનિક છે. તેમણે જવાબ આપતા ટ્વીટ કર્યુ છે કે, ‘તે તમામ નાગરિકો માટે જેઓ પૂછે છે કે, પ્રિન્સ હેરીએ સૈનિક ડ્રેસ કેમ નથી પહેર્યો તો તેઓ કોઈપણ યુનિટના કર્નલ ઇન ચીફ નથી. તેઓ સેવા કરી રહ્યા નથી અને જ્યારે તેમણે સેના છોડી ત્યારે તેમણે તેમના કમિશનથી રાજીનામું આપી દીધું હતું.’

Published by:Vivek Chudasma

First published:

Tags: Funeral, Prince harry, Queen Elizabeth II



Source link

Leave a Comment