Table of Contents
શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો લાઇનોમાં ઊભા રહેશે
લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં થનારા કાર્યક્રમમાં 2000 જેટલા મહેમાન સામેલ થશે. જ્યારે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં 800 મહેમાન સામેલ થશે. અહીં જ તેમને દફન કરવામાં આવશે. સામાન્ય માણસો પણ અહીં મહારાણીના દર્શન કરી શકશે. તેમની અંતિમયાત્રા વેસ્ટમિંસ્ટર એબેથી વિન્ડસર કેસલ લઈ જવામાં આવશે. હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લાઇનમાં ઊભા રહેશે. આ સિવાય લોકો અન્ય માધ્યમો સહિત મીડિયા ચેનલોના માધ્યમથી લોકો ઘરે બેઠાં મહારાણીના અંતિમસંસ્કાર જોઈ શકશે. મહારાણીના અંતિમ સંસ્કાર સાથે જ બ્રિટનમાં દસ દિવસનો રાષ્ટ્રીય શોક ખતમ થઈ જશે.
આ પણ વાંચોઃ ક્વિનના નિધન પછી ચાર્લ્સને રાજા માનવાનો જાહેરજનતાનો ઇનકાર
અહીં મહારાણીને દફનાવવામાં આવશે
મહારાણી એલિઝાબેથને કિંગ જ્યોર્જ પંચમ મેમોરિયલ ચેપલમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપની નજીક જ દફન કરવામાં આવશે. તેમના અંતિમસંસ્કાર દરમિયાન સમગ્ર બ્રિટનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સેનાના 5 હજાર જવાનો દરેક જગ્યાએ તહેનાત રહેશે. તેમાં થલસેનાના 4416 જવાન, જલસેનાના 847 જવાનો અને 686 જવાનો વાયુસેનાના છે. આ સિવાય રાષ્ટ્રમંડળ દેશોના 175 સશસ્ત્ર જવાનો પણ અહીં તહેનાત રહેશે. 1650 જવાનો અંતિમયાત્રામાં કોફિનની સાથે જ રહેશે. આ સિવાય એક હજાર જવાનો રસ્તા પર ચેઇન બનાવીને ઊભા રહેશે. તો સેનાના 410 જવાન અંતિમયાત્રા દરમિયાન સાથે ચાલશે.
આ પણ વાંચોઃ એલિઝાબેથના અંતિમસંસ્કારમાં આવનારા VIPઓને બસમાં આવવા આદેશ
10 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા
તો બીજી તરફ લંડનના વાહનવ્યવહાર વિભાગનું કહેવું છે કે, સોમવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં 10 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા છે. ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન’ના પ્રમુખ એન્ડી બાયફોર્ડે રવિવારે કહ્યુ હતુ કે, આઠ સપ્ટેમ્બરે મહારાણીના નિધન પછી લંડનમાં મુસાફરોની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં વધારો થયો છે. તો સોમવારે આ સંખ્યામાં બહોળા પ્રમાણમાં વધારો થાય તેવી શક્ચતા છે.
આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથ IIનો ઓસ્ટ્રેલિયા માટે સિક્રેટ લેટર
રેલ નેટવર્કના પ્રમુખ પીટર હેન્ડી એ કહ્યુ હતુ કે, દેશભરમાં અંદાજે 250 વધુ ટ્રેનો મૂકવામાં આવી છે. લંડન 2012 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમત પછી સોમવારે સૌથી વધુ લોકો જાહેર પરિવહન સેવાનો લાભ લેશે. ઉલ્લેખનીય છે કે, હિથ્રો હવાઇમથકથી સંચાલિત થનારી 100થી વધુ ઉડાનને રદ્દ કરી દેવામાં આવી છે. તેથી સોમવારે સવારે વેસ્ટમિંસ્ટર એબેમાં યોજાનારા અંતયેષ્ટિ કાર્યક્રમ દરમિયાન વિમાનને લીધે શોરબકોર થાય નહીં. એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અંતયેષ્ટિ કાર્યક્રમને લઈને સોમવારે 1200માંથી 15 ટકા જેટલી ફ્લાઇટ્સને અસર થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Funeral, Queen Elizabeth II