Rajasthan News: ડોકટરે કૂતરાને કાર પાછળ બાંધીને દોડાવ્યો, મેનકા ગાંધીના ફોન બાદ નોંધાયો કેસ


રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ડોક્ટરે ક્રૂરતાની હદ વટાવી દીધી. ઘરમાં ઘૂસી ગયેલા એક રખડતા કૂતરાને ડોક્ટરે પોતાની કાર પાછળ બાંધી દીધો અને લગભગ પાંચ કિલોમીટર સુધી તેને ઘસેડ્યો હતો. ચાલતી કાર સાથે દોરડા વડે બાંધવામાં આવતા કૂતરૂ લોહીલુહાણ થઈ ગયું હતું. આ નજારો જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો ડંગાઈ ગયા હતા. ડોક્ટરની કારને લોકોએ પોતાની બાઈક આડે લાવીને રોકી હતી અને કૂતરાને બચાવી લેવામાં આવ્યો હતો. ઘાયલ કૂતરાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મેનકા ગાંધીના ફોન બાદ પોલીસે આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: અમેરિકાની 19 વર્ષની હૈનાએ કરી હતી બ્રિટનની મહારાણીના મૃત્યુની આગાહી,

મળી રહેલી માહિતી મુજબ, મામલો શહેરના શાસ્ત્રીનગર કોલોનીનો છે. મહાત્મા ગાંધી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. રજનીશ ગાલવા આ કોલોનીમાં રહે છે. કોલોનીમાં રખડતો કૂતરો તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. રવિવારે પણ તેમના ઘરમાં કૂતરો ઘુસી ગયો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા ડોક્ટર ગલવાએ કૂતરાના ગળામાં દોરડું બાંધીને પોતાની કારમાં બાંધી દીધો હતો. જે બાદ તેઓ તેને રસ્તા પર લઈ ગયા હતા. કૂતરો પહેલા કારની સાથે તેજ ગતિએ દોડતો રહ્યો અને પછી ખેંચવા લાગ્યો હતો. ક્યારેક તે ભાગવા લાગતો તો ક્યારેક ઘસડાવવા લાગતો હતો. આ કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો છે.

પહેલા પોલીસે આપ્યો ડોક્ટરનો સાથ

શાસ્ત્રી સર્કલ પર કાર પાછળ કૂતરાને ખેંચવામાં આવતો જોઈને કેટલાક લોકોએ ડોગ હોમ ફાઉન્ડેશનના કુલદીપ ખત્રીને જાણ કરી હતી. તેમજ ડોક્ટરની કાર આગળ બાઇક લાવીને તેને રોકલામાં આવ્યો હતા. થોડી જ વારમાં સંસ્થાના લોકો પણ એમ્બ્યુલન્સ લઈને પહોંચી ગયા. આના પર ડૉક્ટરે હંગામો શરૂ કર્યો અને પોલીસને પણ બોલાવી હતા. આરોપ છે કે પોલીસે પણ ડોક્ટરનો સાથ આપ્યો અને એમ્બ્યુલન્સને રોકી હતી. જે બાદ મેનકા ગાંધીએ શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના એસએચઓ જોગેન્દ્ર સિંહને ફોન કર્યો, ત્યારબાદ એમ્બ્યુલન્સને જવા દેવામાં આવી. સંસ્થા તરફથી આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘાયલ કૂતરાને સારવાર આપવામાં આવી રહી છે.

Published by:mujahid tunvar

First published:

Tags: Doctors, Dog, Maneka Gandhi, Rajasthan news





Source link

Leave a Comment