નિખિલભાઈ ભાવસારે જણાવ્યું કે તેમને નાનપણથી જ ડ્રોઈંગનો શોખ છે.જેથી તેઓએ છેલ્લા 6 વર્ષથી જ લાઈવ પોટ્રેટ પેઈન્ટ કરેછે. તેને અત્યાર સુધીમાં 300થી વધુ પોટ્રેટ પેઈન્ટીંગ કર્યાં છે. રાજકોટમાં જે પણ મહેમાન આવે છે તેમને તેમના આ પોટ્રેટ ગીફ્ટકરૂ છું. અથવા તો તેના ઓટોગ્રાફ આ પોટ્રેટ પર લવ છું.
અત્યાર સુધીમાં મે 300થી વધારે પોટ્રેટ બનાવીને મહેમાનોને ગીફ્ટકર્યા છે.મારી પાસે 60-70 પોટ્રેટ એવા છે કે જે સેલિબ્રિટી હોય તેના પોટ્રેટ પર તેના ઓટોગ્રાફ છે.
રાજકોટમાં આવતા મહેમાનો કે સેલિબ્રિટીને આપણે કંઈક યાદી રૂપે આપી શકીએ તેના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. એટલે હુંમારા આર્ટ થકી હું સેલેબ્રિટીને આ ગીફ્ટ કરૂ છું. આર્ટથી લોકો આકર્ષાઈ છે. એટલા ઘણા સેલેબ્રિટી આકર્ષાઈ છે. જેથી ઘણાસેલિબ્રિટીએ આનાથી આકર્ષાઈ છે અને મને ઓટોગ્રાફ આપે છે.
મારો આર્ટીસ્ટને એક સંદેશ છે કે નાનો આર્ટીસ્ટ હોય તો તેને મોટીવેશનની જરૂર છે.જેથી તેને તમે મોટીવેટ કરજો.કારણ કે એકચિત્ર બનાવવામાં 2-3 દિવસ લાગે છે. એટલે તેને મોટીવેટ કરજો. મને કોઈ પણ લોકો મળવા આવી શકે છે.
મને સારો અનુભવ એ થયો છે કે જ્યારે અમે આ પોટ્રેટ તેને ગીફ્ટ કરીએ છીએ ત્યારે તેઓ અમને સામેથી બોલાવે છે અને તેમનીસાથે ફોટો પડાવે છે. આ સાથે જ અમને સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરે છે.જે અમારા માટે ખુબ ગર્વની વાત છે.વધુમાં તેમનેજણાવ્યું કે બોલિવૂડ સ્ટાર અમીષા પટેલ, સંજય રાવલ અને મલ્હાર ઠાકર જેવા સ્ટાર્સે મને સામેથી બોલાવીને તેમને આ ચિત્રલીધુ છે. જે અમારા માટે ખુબ ગૌરવની વાત છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર