Rajkot: 3 પરિવારને મળ્યું સંતાન સુખ, ફરી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ બન્યું નિમિત


Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે સંતાન સુખએ સમગ્ર વિશ્વનું સૌથી મોટુ અને સૌથી શ્રેષ્ઠ સુખ છે. જેપૈસાથી ખરીદી શકાતુ નથી. પણ ઘણી જગ્યાએ પરિવાર બાળકો માટે તડપતો હોય છે તો ક્યારેક બાળકો માતા-પિતા માટેવલખા મારતા હોય છે. કોઈને માતા-પિતા જોઈતા હોય છે તો કોઈને પોતાનું સંતાન જોઈતુ હોય છે.પણ આજે અમે આપનેકાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ વિશે જણાવીશું કે જ્યારે બેઘર બાળકોને પ્રેમથી ઉછેરવામાં આવે છે. કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં 100થી વધુ બાળકોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ બાળકોને માતા-પિતાની ખોટ ન વર્તાઈ તે રીતે ઉછેરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં મનમાં કોઈના કોઈ ખુણે બાળક તેના માતા-પિતાની ઝંખના જરૂર કરતું હોય છે.

ત્યારે કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં માતા-પિતા માટે ઝંખતા બાળકો અને બાળકો માટે ઝંખતા માતા-પિતાનું મિલન કરાવે છે.જેથી એક પરિવારને તેની સંતાનની ખોટ પૂરી થાય અને બાળકને તેના માતા-પિતાનો પ્રેમ મળી રહે.તમને જણાવી દયે કે નવેમ્બર મહિનાને એડોપ્શન માસ તરીકે ઉજવવમાં આવે છે. જેમાં બાળકોની ઝંખના કરતા માતા-પિતા અહિંયાથી બાળકો અડોપ્ટ કરી શકે છે.

ત્યારે કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાંથી 3 બાળકોને જિલ્લા કલેક્ટરના હસ્તે ઈચ્છુક દંપત્તીને સોંપવામાં આવ્યાં છે. આ તકેજિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ બાળકો અને દત્તક માતા- પિતાને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપીહતી.તેમજ બાળકોને પારિવારિક હૂંફ સાથે જવાબદાર માતા પિતા તરીકે ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી.

તમને જણાવી દયે કે કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમા છેલ્લા 60 વર્ષમાં 1160 બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. જ્યારે 250થી વધુ બાળકોને વિદેશમાં દત્તક આપવામાં આવ્યાં છે. કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ એક પણ રૂપિયો લીધા વખત તેનીસેવા આપી રહ્યું છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Adopt, Local 18, રાજકોટ



Source link

Leave a Comment