Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે.આજેરાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 90 હજારથી વધારે ગુણીની આવક થઈ છે. ત્યારે આજે આવક સમયે યુવા ચેરમેન જયેશભાઈ બોઘરાડિરેક્ટરો અને કર્મચારીઓ હાજર રહી મેનેજમેન્ટ અને સંકલનથી મગફળી ભરેલા 1000થી વધુ વાહનો ઉતારવામાં આવ્યાં હતાં. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 90 હજાર ગુણીની આવક થઈ છે.જે રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડનાઅસરકારક વહીવટને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ રાજકોટ માર્કેટયાર્ડ તરફ વધ્યો છે.આમ ખેડૂતો તેનો મોટાભાગનો પાકવહેંચવા માટે રાજકોટ આવે છે.
તમને જણાવી દયે કે છેલ્લા 15 દિવસમાં ખાદ્યતેલમાં સામાન્ય વધ-ઘટ રહેવાને કારણે મગફળીની ખરીદીમાં થોડી ઘણી બ્રેકલાગી હતી. પણ આજે ફરી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક જોવા મળી છે. ગઈ સિઝનમાં યાર્ડમાં દરેક જણસીની આવકવધારે હતી.આથી આ વખતે સુવિધા વધારવામાં આવી છે. જેને કારણે અત્યારે યાર્ડમાં મગફળી સિવાય તમામ જણસીની આવક24 કલાક ચાલુ છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકામરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોને અત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યોહોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોનાખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.