Rajkot Even before Rahul Gandhi’s meeting, the BJP made a gap in the Congress stronghold


રાજકોટ: સોમવારના રોજ બપોરના 3:30 વાગ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ ખાતે પધારવાના છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાજકોટ પધારી રહ્યા હોય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રવિવારના રોજ રાત્રે 10:00 વાગ્યા આસપાસ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પરસોતમ સક્રિયાની આગેવાનીમાં કોંગ્રેસના 150થી પણ વધુ સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા તેમજ બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી ધનસુખ ભંડેરી સહિતનાઓ દ્વારા કોંગ્રેસ છોડી આવનારા તમામને ભાજપનો કેસરી ખેંચ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે વિધાનસભા દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળાની પ્રચાર પ્રસાર અર્થે ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટ આવ્યા હતા. તે સમયે ખોડલધામ સાથે સંકળાયેલા અને લેઉવા પાટીદાર તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયા ભાજપમાં જોડાયા હતા. આમ દિવસે અને દિવસે વિધાનસભા ક્ષેત્ર દક્ષિણમાં કોંગ્રેસ તૂટી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ: PM મોદી

કોણ-કોણ જોડાયું ભાજપમાં?

પરસોત્તમભાઈ સગપરીયા પૂર્વ, કોર્પોરેટર ( અગ્રણી વોર્ડ નંબર 17 )
હસુભાઈ સોજીત્રા અગ્રણી વોર્ડ નંબર 18
ચંદુભાઈ ટીલાડા શહેર કોંગ્રેસ મંત્રી વોર્ડ નંબર 18
પરેશભાઈ સભાયા અગ્રણી વોર્ડ નંબર 18
અક્ષય ભાઈ મહીધરીયા અગ્રણી વોર્ડ નંબર 18
પ્રતાપભાઈ રામોલિયા અગ્રણી વોર્ડ નંબર 13
જીગ્નેશભાઈ માધાણી ઉપપ્રમુખ વોર્ડ નંબર 18
હંસરાજભાઈ વાછાણી અગ્રણી વોર્ડ નંબર 18
દિલીપભાઈ ભૂસા અગ્રણી વોર્ડ નંબર 18
નિલેશભાઈ વિરડીયા અગ્રણી વોર્ડ નંબર 18

કોંગ્રેસ કઈ રીતે પોતાના અગ્રણીઓ-કાર્યકર્તાઓને સાચવી રાખશે?

રાહુલ ગાંધી રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે સભા ગજાવે તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસમાં ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ કઈ રીતે પોતાના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને સાચવી રાખે છે તે જોવું અતિમહત્વનું બની રહેશે.

બીજી તરફ, તાજેતરમાં જ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી મેઘા પાટકરના ખભે હાથ રાખતા જોવા મળતા વડાપ્રધાન દ્વારા પણ તે ઘટનાને વખોડવામાં આવી છે. રવિવાર અને સોમવારના રોજ યોજવામાં આવેલ જાહેર સભામાં સતત વડાપ્રધાન આ ઘટનાનો ઉલ્લેખ પોતાના વક્તવ્ય દરમિયાન કરતા આવ્યા છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: BJP Congress, Gujarat Assembly Election 2022, Rajkot News



Source link

Leave a Comment