Rajkot is gearing up for National games, begins awareness camp.RML – News18 Gujarati


Mustufa Lakdawala,Rajkot : 36મી નેશનલ ગેમ્સ માટે ગુજરાત યજમાન બન્યું છે. જેમાં હોકી અને સ્વિમિંગની સ્પર્ધા માટે રાજકોટને યજમાન બનાવવામાં આવ્યું છે. આ નેશનલ ગેમ્સના અન્વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પનો પ્રારંભ થયો છે, જેની થીમ સેલિબ્રેટિંગ યુનિટી થ્રૂ સ્પોર્ટસ્ (એકતાની ઉજવણી રમતોને સંગ) નિયત કરાઈ છે.જેમા શહેરના ઉભરતા ખેલાડીઓએ વિવિધ રમતોનું ઉપસ્થિતો સમક્ષ નિદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્સના મેસ્કોટ ‘સાવજ’એ ઇન્ડોર હોલમાં લાઈવ નિદર્શન કરીને પ્રેક્ષકોને અને ખેલાડીઓને રોમાંચિત કર્યા હતા. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તથા પુરસ્કારના ચેક આપી બહુમાન કરાયું હતું.

વિસરાયેલી શેરી રમતોનું નિદર્શન યોજાયું

આ પ્રસંગે મેયર પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટના ખેલાડીઓને વિવિધ રમત-ગમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રમતોને પ્રોત્સાહન આપવા માટે કરાઈ રહેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા મેયરે ખેલાડીઓને ખેલદિલીની ભાવના થકી જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી, સાથે રાજકોટ ખાતે યોજાઈ રહેલી હોકી તથા સ્વિમિંગની સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકાર્યા હતા અને નેશનલ ગેમ્સની યજમાની કરવાનો મોકો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલી વિવિધ શેરી રમતો તથા વિસરાયેલી રમતોનું નિદર્શન મહાનુભાવોએ નિહાળ્યું હતું તથા આ રમતો રમીને બાળપણ તાજું કર્યું હતું.

હોકી અને સ્વિમિંગ માટે રાજકોટ યજમાન બન્યું

27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. નેશનલ ગેમ્સમાં અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા આજથી 18 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સ, ગુજરાત 2022ની વિવિધ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં યોજાનાર છે. જેમાં હોકી અને સ્વિમિંગની સ્પર્ધાનું યજમાન રાજકોટ બનશે.

ખેલાડીઓને સન્માનપત્રક અને પુરસ્કારના ચેક અપાયા

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. શહેરના ઉભરતા ખેલાડીઓએ વિવિધ રમતોનું ઉપસ્થિતો સમક્ષ નિદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્સના મેસ્કોટ \”સાવજ\”એ ઇન્ડોર હોલમાં લાઈવ નિદર્શન કરીને પ્રેક્ષકોને અને ખેલાડીઓને રોમાંચિત કર્યા હતા. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તથા પુરસ્કારના ચેક આપી બહુમાન કરાયું હતું.

First published:

Tags: Players, Sports Award



Source link

Leave a Comment