રસ્તા પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર અચાનક જ રસ્તા પરથી બાજુની સાઇડમાં આવેલી બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી. જેને પગલે ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ વીજ થાંભલાને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મળતી માહિતી અનુસાર, હરિહર ચોક પાસે એક લક્ઝુરિયસ કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો. આ બેકાબૂ બનેલી કાર એક બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી. તે બિલ્ડિંગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
રાજકોટના હરિહર ચોકમાં અકસ્માત, કાર બિલ્ડિંગમાં ઘુસી
અકસ્માતના કારણે પાર્ક કરેલા વાહનોમાં નુક્સાન #BreakingNews #Gujarat #ACCIDENT pic.twitter.com/W61NBZosYD
— News18Gujarati (@News18Guj) September 22, 2022
આ પણ વાંચો: હવાનું પ્રદૂષણ વધતાં શ્વાસનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું, પાંચ વર્ષમાં 80 હજારથી વધુ દર્દી નોંધાયા
કાર બિલ્ડિંગ સાથે અથડાઇ ત્યારે તેની પાસે પાર્ક કરેલા લગભગ પાંચ જેટલા વાહનો પણ તેની અડફેટે આવ્યા હતા. આ કાર પાર્ક કરેલા વાહનો પર ફરી વળી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન એક બાળકીને ગંભીર ઇજા પહોંચી છે, જેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બીજી બાજુ, તસવીરમાં જોઇ શકાય છે કે, કાર પાર્ક કરેલા વાહનોની ઉપર ચડી ગઇ છે અને સીધી બિલ્ડિંગની દિવાલ સાથે ભટકાઇ છે. જેને પગલે કારના આગળના ભાગનો પણ ભૂક્કો બોલી ગયો છે.
કારે વીજ પોલને પણ અડફેટે લેતાં વીજ કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટની ઘટના ન બને તે માટે તાત્કાલિક તકેદારીના પગલા હાથ ધર્યા છે. વીજ કંપનીએ વીજ પૂરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે આવેલો વીજ પોલ તૂટીને દૂર જઇને પડ્યો હતો.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accident News, CCTV footage, Gujarat News, Rajkot News