Rajkot trust appeals people to donate decarded cloths to make bags rml – News18 Gujarati


Mustufa Lakdawala, Rajkot: રાજકોટના વાઇલ્ડલાઇફ કંઝર્વેશન ટ્રસ્ટ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમારે ત્યાં બિનઉપયોગી જૂના કપડા, સાડી, ડ્રેસ, થેલી, કંતાન આપવા જણાવ્યું છે. આ વસ્તુઓમાંથી થેલીઓ બનાવવામાં આવશે અને ગીરનાર પરિક્રમાના સમયે ટ્રસ્ટ દ્વારા ભાવિકોમાં વિતરણ કરવામાં આવશે. આ માટે તમારા જૂના કપડા, સાડી, ડ્રેસ કે કંતાન ફૂલછાબ ચોકમાં આવેલ સ્ટારપ્લાઝા બિલ્ડીંગમાં 128 નંબરની શોપમાં આવેલી વાઈલ્ડલાઈફ કંઝર્વેશન ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવી શકશો. આ માટેનો મોબાઈલ નંબર 99090 99541 પણ જાહેર કર્યો છે.

વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટમાં કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા શીતલબેન સુરાણીએ જણાવ્યું હતું કે, 2013થી હું આ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું. અમે લાઈન કન્ઝર્વેશનનું કામ કરીએ છીએ. ગીર સેન્ચૂરીમાં અમે ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. જંગલમાં પ્લાસ્ટિક ઘણુ બધું જોવા મળે છે. ત્યારે અમને વિચાર આવ્યો કે, ગીરનારની પરિક્રમમાં જતા લોકો જથ્થાબંધ પ્લાસ્ટિક છોડીને જતા રહે છે.

શીતલબેન સુરાણીએ વધુમાં જણાવ્યું હતું કે બાદમાં પાછળથી પ્લાસ્ટિક વીણવું પડે છે. એના કરતા આપણે પરિક્રમામાં જાય છે. એટલા લોકોનું પ્લાસ્ટિક અટકાવી દેવું જોઈએ એટલે અમે પરિક્રમા શરૂ થાય છે ત્યાં ગેટ આગળ જ અમે સ્ટોલ નાખીએ છીએ. ત્યાં લોકોને અમે પરિક્રમમાં આવતા લોકોને વિનંતી કરીએ છીએ કે, તમે પ્લાસ્ટિક લઈ જાવ છો તો ન લઈ જાવ અને જે ફૂટ પેકેટ પ્લાસ્ટિકમાં આવે છે તેને અમે કાપડની થેલીમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ છીએ.

શીતલબેન સુરાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બેગ પણ અમને આપતા નથી. આથી અમારા વોલિયન્ટર દ્વારા કાપડની થેલીમાં પેક કરી દેવામાં આવે છે. આથી કાપડની થેલીઓ કોસ્ટલી પડે છે. આથી આ વર્ષે અમને એવો વિચાર આવ્યો કે લોકોને વિનંતી કરીએ કે જૂના કપડા આપે એમાંથી અમે થેલીઓ બનાવીશું. પ્લાસ્ટિકની મોટી બેગ ગમે તેટલી સાચવવા જેવી હોય તો પણ પરિક્રમમાં લોકોને લઈ જવા દેશું નહીં. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના કપડાની માગ કરી છે તો લોકોએ પણ સાથ આપ્યો છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Rajkot News, Rajkot Samachar



Source link

Leave a Comment