જાણકારી અનુસાર, રાજૂ શ્રીવાસ્તવનાં અંતિમ સંસ્કારની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે નિવાસ સ્થાન પર તેનાં પાર્થિવ શીરનાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે તેમનાં સંબંધીઓ તેમને પુષ્પાંજલિ અર્પિત કરી રહ્યાં છે. અને તેમની આત્માની શાંતિમાટે દુઆઓ કરી રહ્યાં છે. ખબર અનુસાર, સવારે દસ વાગ્યે દિલ્હીનાં નિગમબોધ ઘાટ (Nigambodh Ghat) પર રાજૂ શ્રીવાસ્તવનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બુધવારે આ મહાન કલાકાર કોમેડી કિંગ રાજૂ શ્રીવાસ્તવ અંતિમ શ્વાસ લીધો છે અને સંપૂર્ણ દેશમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. એઇમ્સ (AIIMS) દિલ્હીમાં તેમનો લાંબા સમયથી ઇલાજ ચાલુ હતો. જે બાદ રાજૂ શ્રીવાસ્તવનાં મોત આગળ હારી ગયા. મોત બાદથી જ આ ચર્ચા હતી કે તેમનાં અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવશે. પહેલાં રાજૂ શ્રીવાસ્તવનાં પાર્થિવ દેહને કાનપુર અને મુંબઇ લઇ જવામાં આવશે એવી વાતો હતી પણ પછી એવું ન થયું.
રાજૂ શ્રીવાસ્તવનો જન્મ કાનપુર (Kanpur)માં થયો હતો. એવામાં જેમ તેની મોતની ખબર આવી સૌથી પહેલાં વિચાર આવ્યો કે, તેમનાં અંતિમ સંસ્કાર તેમનાં હોમટાઉનમાં કરવામાં આવશે. રાજૂનાં ચાહકોની પણ એ જ ઇચ્છા હતી. તેને તેનાં ગૃહ જિલ્લામાં લઇ જવામાં આવે જેથી તેમનાં અંતિમ દર્શન લોકો કરી શકે. તો બીજી તરફ રાજૂનું હવે બધુ જ કામકાજ મુંબઇ (Mumbai)થી થઇ રહ્યું હતું તેમને ત્યાંથી જ ઓળખ મળી હતી. એવામાં આ વાત પણ સામે આવી હતી કે, તેમનાં પાર્થિવ દેહને મુંબઇ લઇ જવામાં આવશે.
અંતમાં દિલ્હીમાં અંતિમ સંસ્કારનો નિર્ણય લેવાયો-
તમામ ચર્ચાઓ બાદ પરિવાર અને મિત્રોએ મળીને દિલ્હીમાં જ રાજૂ શ્રીવાસ્તવનાં અંતિમ સંસ્કારનો નિર્ણય લીધો છે. તેમનું લાબા સમયથી દિલ્હીમાં જ ઇલાજ ચાલતુ હતું. પત્ની અને બાળકો પણ દિલ્હીમાં રાજૂનાં ભત્રીજો પણ અઙીં જ હતો. હોસ્પિટલમાં રાજૂ શ્રીવાસ્તવનાં પાર્થિવ દેહ દિલ્હીમાં તેનાં ભત્રીજાનાં ઘરે જ લાવવામાં આવ્યો હતો. એવામાં અસુવિધાથી બચવા માટે દિલ્હીનાં નિગમબોઘ ઘાટ પર જ રાજૂ શ્રીવાસ્તવનાં અંતિમ સંસ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આઠ વાગ્યાથી અંતિમ દર્શન-
રાજૂ શ્રીવાસ્તવ લોકોની વચ્ચે ઘણો જ લોકપ્રિય હતો. એવામાં તેને ફેન્સ માટે રાજૂ શ્રીવાસ્તવનાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે આઠ વાગ્યે ભત્રીજાનાં નિવાસ સ્થાને રાખવામાં આવશે. જે બાદ સવારે 9.30 વાગ્યે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવશે. શ્રદ્ધાંજલિ સભા બાદ નિગમબોધ ઘાટ પર રાજૂ પંચતત્વમાં વિલિન થશે. હાલમાં સવારે જ રાજૂ શ્રીવાસ્તવનાં ભત્રિજાનાં દ્વારિકા સ્થિત ઘર પર ફેન્સની ભીડ લાગવાની શરૂ થઇ ગયું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર