Raju Srivastava passes away after long hospitalization


નવી દિલ્હીઃ બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા 40થી વધુ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. તેમને 10 ઓગસ્ટનથી જ દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા અને ડોક્ટર્સે તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.

કસરત કરતા સમયે હાર્ટ એટેક આવ્યો

58 વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું હાર્ટ અટેકના કારણે નિધન થયું. તેમને 10 ઓગસ્ટે વર્કઆઉટ કરતા સમયે હાર્ટ અટેક આવ્યો હતો અને તાત્કાલિક દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ડૉક્ટર્સે એન્જિયાપ્લાસ્ટી કરી હતી. જોકે, તેમનું બ્રેન રિસ્પોન્સ કરતું નહોતું. પલ્સ પણ 60-65ની વચ્ચે હતા. રાજુ શ્રીવાસ્તવના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં આઘાત લાગ્યો છે. સેલેબ્સ નિધનના સમાચાર સાંભળીને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.

મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો જન્મ

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.

રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.

હાલમાં ભાજપ સાથે જોડાયેલ હતાં

2014માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયા હતા. હાલમાં રાજુ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન હતા.

Published by:Mitesh Purohit

First published:

Tags: Bollywod, Raju srivastav





Source link

Leave a Comment