રાખી સાવંત બિગ બોસની સિઝનમાં પણ તડકો લગાવતી જોવા મળી હતી. દરેક વખતની જેમ રાખી આ વખતે પણ બિગ બોસ શોમાં જવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. જોકે, એવી કોઈ ખબર સામે નથી આવી રહી છે કે તેણી ‘બિગ બોસ 16’માં જોવા મળશે કે નહીં. રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસના શોમાંથી પણ રાખીને સારી એવી રકમ મળી હતી. તેની સિવાય રાખી આઈટમ નંબર અને શો પણ કરતી રહે છે.
આ પણ વાંચોઃ આલિયા ભટ્ટે શેર કરી દીકરીની સૌ પ્રથમ તસવીર, નામ રાખ્યુ રાહા, લખી મમતાસભર ઈમોશનલ પોસ્ટ
Table of Contents
રાખી સાવંતની નેટવર્થ
બોલિવૂડમાં પોતાના આઈટમ નંબર દ્વારા રાખી સાવંતે પોતાની અલગ જગ્યા બનાવી છે. આજે પણ ડાન્સિંગ ટેલેન્ટની વાત કરીએ તો તેમાં રાખીનું નામ સામેલ કરવામાં આવે છે. રાખીએ હિન્દી ફિલ્મો સિવાય તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. રાખી ઘણી ટીવી સીરિયલનો પણ ભાગ રહી ચુકી છે. રાખીએ પોતાના દમ પર કરોડોની સંપત્તિ જમા કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રાખી સાવંત લગભગ 37 કરોડ રુપિયાની સંપત્તિની માલકિન છે. પોતાની ડ્રામા ક્વિનવાળી છબીને કારણે રાખી સોશિયલ મીડિયામાં ઘણી છવાયેલી રહે છે.
મુંબઈમાં આટલા રુપિયાનો છે ફ્લેટ
ખબરો અનુસાર રાખી સાવંતના મુંબઈમાં ઘણા ફ્લેટ્સ છે. અંધેરી અને જુહૂ જેવી જગ્યાઓ પર તેણીના 2 આલિશાન ફ્લેટ્સ છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણીના એક બંગલાની કિંમત 11 કરોડ રુપિયા છે. તેણીની પાસે ફોર્ડની એન્વેડર અને વોક્સવેગનની પોલો કાર પણ છે. રાખી સાવંત ટૉપ એક્ટ્રેસની જેમ પોતાની લાઈફસ્ટાઈલ રાખે છે. હંમેશા લોકોના મનમાં એ સવાલ આવે છે કે આખરે રાખી આટલા પૈસા લાવે છે ક્યાંથી?
આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુહુમાં ફ્લેટ ભાડે રાખ્યો, ભાડું અને ડિપોઝીટ જાણીને ઉડી જશે તમારા હોશ
વિવાદો સાથે સંકળાયેલી છે રાખી
રાખી સાવંતે પોતાના અભ્યાસ બાદ એક્ટિંગની દુનિયામાં કામ કરવાનું શરુ કરી દીધું છે. કરિયરની શરુઆતમાં તેણી ઘણાં નાના પાત્રોમાં જોવા મળતી હતી. પરંતુ બાદમાં તેણીએ આઈટમ નંબરમાં પોતાની ઓળખ બનાવી હતી. નાના પડદાં પર તેણીના સ્વયંવર પણ કરવામાં આવ્યો ગતો. ત્યારબાદ રાખી લાઈમલાઈટમાં આવી હતી. તેણીનું આખુ કરિયર વિવાદો અને ચર્ચાઓથી ભરાયેલું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood બોલિવૂડ, Rakhi sawant, મનોરંજન, રાખી સાવંત