Recession in global Market famous economist nouriel roubini aka dr doom predicted


ફેમસ ઈકોનોમિસ્ટ નોરિયલ રૂબિની (nouriel roubini)એ જણાવ્યું છે કે, આ વર્ષના અંતમાં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છે. આ મંદી આગામી વર્ષના અંત સુધી રહી શકે છે. જેનાથી S&P 500 તેજીથી નીચે આવી જશે. અગાઉ નોરિયલ રૂબિનીએ વર્ષ 2008ની નાણાંકીય મંદી (Financial Crisis of 2008) વિશે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું છે કે, સામાન્ય મંદીની પરિસ્થિતિમાં પણ S&P 500 30 ટકા સુધી નીચે આવી શકે છે. નોરિયલ રૂબિનીને Dr.room કહેવામાં આવે છે. તેઓ રૂબિની મેક્રો એસોસિએટ્સ (roubini Macro Associates)ના ચેરમેન અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર છે. તેમણે જણાવ્યું છે કે, મંદીની અસર વધુ રહેશે તો શેરની કિંમત 40 ટકા સુધી નીચે આવી શકે છે.

આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

રૂબિનીએ વર્ષ 2008ના ગ્લોબલ ફાઈનાન્શિયલ ક્રાઈસિસ વિશે અગાઉથી કહી દીધું હોવાથી તેમને Dr.room કહેવામાં આવે છે. તે સમયે અમેરિકામાં હાઉસિંગ સેક્ટરમાં નાણાંકીય સંકટ ઊભું થયું હતુ. જેના કારણે સમગ્ર વિશ્વમાં નાણાંકીય સિસ્ટમ પર અસર થઈ હતી અને શેરબજારમાં મંદી ઊભી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે આવનારા નાણાંકીય સંકટના બીજ વાવી રહ્યા છીએ. સમગ્ર વિશ્વના રોકાણકાર સસ્તા અમેરિકી ડોલર ઉધાર લઈ રહ્યા છે અને તેનો ઈક્વિટી, કોર્પોરેટ બોન્ડ, કોમોડિટીઝ તથા અન્ય સંપત્તિ માટે ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, જે લોકો સામાન્ય મંદીનું અનુમાન લગાવી રહ્યા છે, તેમણે કંપનીઓ અને સરકારનો ડેટ રેશિયો જોઈ લેવો જોઈએ. વ્યાજદર વધવાને કારણે કંપનીઓ પર બોજો વધશે. આ કારણોસર અનેક મોટી કંપનીઓ બેન્ક અને કેટલાક દેશ બરબાદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી

રૂબિનીએ વધુમાં જણાવ્યું છે કે, ગ્લોબલ ડેટ લેવલ વધવાથી માર્કેટ ક્રેશ થશે. અમેરિકી કેન્દ્રિય બેન્ક ફેડરલ રિઝર્વ માટે 2 ટકા તેજીનો ટાર્ગેટ મોટા ફટકા વગર અશક્ય લાગી રહ્યો છે. તેમણે અમેરિકી કેન્દ્રિય બેન્કના 0.50-0.50 ટકા વ્યાજદર વધવાનું અનુમાન લગાવ્યું છે. 21 સપ્ટેમ્બરના રોજ અંદાજિત વધુ 0.75 ટકાની વૃદ્ધિ થશે.

અમેરિકી કેન્દ્રિય બેન્ક નવેમ્બર અને ડિસેમ્બરમાં વ્યાજદરમાં વૃદ્ધિ કરશે તો આ વર્ષના અંત સુધીમાં વ્યાજદર 4 ટકાથી વધીને 425 ટકા સુધી પહોંચી જશે. તેમણે જણાવ્યું કે, હાઈ ઈન્ફ્લેશનને કારણે ફેડરલ રિઝર્વ પાસે વ્યાજદર વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Recession, Stock market



Source link

Leave a Comment