અરવલ્લી : જિલ્લાના ભિલોડામાં ઝીંઝોળી પાસે રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં બાઇક ચાલક અને રીક્ષા ચાલકના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. રિક્ષામાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને રિક્ષા અલગ અલગ દિશામાં ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે, આસપાસના વિસ્તારના રહેવાસીઓ પણ દોડી આવ્યા હતા. હાલ ભિલોડા પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અને મૃતકો કોણ છે તે અંગેની તપાસ ચાલી રહી છે.
(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે. આપ અમારી સાથે જોડાયેલા રહો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર