RSWS Series 2022: 6 બોલમાં બનાવવાના હતા 21 રન અને સામે હતો 41 વર્ષિય ખેલાડી, પરિણામ આવ્યું અદ્દભૂત


નવી દિલ્હી: બ્રેડ હેડિનની આક્રમક ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સે રોમાંચક જીત નોંધાવી હતી. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022ની 11મી મેચ રવિવારે રાત્રે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ લિજેન્ડ્સ વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 21 રન બનાવવાના હતા. હેડિને આક્રમક બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં બાંગ્લાદેશે 9 વિકેટે 158 રનનો સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સે છેલ્લા બોલે 7 વિકેટે ટાર્ગેટ હાંસલ કરીને જીત મેળવી હતી. 44 વર્ષીય હેડિને શાનદાર બેટિંગ કરતાં અડધી સદી ફટકારવાની સાથે મેચ જીતાડીને અણનમ રહ્યો હતો. આ મેચમાં હેડિને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

આ પણ વાંચો: હરભજનની ટીમ ઉપર ભારે પડ્યા ગુજરાતી પઠાણ બંધુઓ, યુસુફની વિસ્ફોટક બેટિંગ સામે કૈફના 73 રન પાણીમાં

ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 21 રન બનાવવાના હતા જ્યારે 3 વિકેટ બાકી હતી. ડાબોડી ફાસ્ટ બોલર અબુલ હસન બોલિંગ કરવા આવ્યો હતો. હેડિન પ્રથમ બોલ એકપણ રન લઈ શક્યો નહતો. જોકે તેને બીજા બોલ પર સિક્સર ફટકારી દીધી હતી. જ્યારે ત્રીજો બોલ નો-બોલ પડ્યો હતો અને તેના પર 2 રન પણ બન્યા હતા. ત્રીજા બોલ પર એક પણ રન મળ્યો ન હતો. તે પછી હેડિને છેલ્લા 3 બોલમાં 3 ચોગ્ગા ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. તેને 37 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને પોતાની ઈનિંગદ દરમિયાન 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

8 રનમાં 4 વિકેટ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. કેમેરોન વ્હાઇટ પહેલી જ ઓવરમાં એક રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન શેન વોટસને 35 અને કેલમ ફર્ગ્યુસને 24 રન બનાવીને ટીમની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 70 રન જોડ્યા હતા. આ પછી ટીમનો ધબડકો થયો હતો અને 90 રનમાં પાંચ વિકેટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે ડાબોડી સ્પિનર ​​ઈલિયાસ સનીએ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 8 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશની શરૂઆત પણ સારી રહી ન હતી. ટીમે 62 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઈલિયાસ સનીએ અણનમ 32 રન બનાવ્યા અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાના બોલરોએ બાયના રૂપમાં 39 રન આપી દીધા હતા.

Published by:mujahid tunvar

First published:



Source link

Leave a Comment