પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વબંધુત્વની ભાવનાને દ્રઢાવતા અનેકવિધ વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે કરેલાં વિરાટ કાર્યોને સૌ કોઈએ આદરાંજલિ અર્પણ કરી હતી.
USAમાં વસુધૈવ કુટુમ્બકમનો સંદેશો આપતું યુનિટી ફોરમનું આયોજન કરાયું
USAમાં યોજાયેલ વસુધૈવ કુટુમ્બકમનો સંદેશ પ્રસરાવતી અનેકવિધ Unity Forum ના કાર્ય અને પ્રભાવ વિશે સંબોધન કરતાં સાધુ વિવેકમૂર્તિદાસે જણાવ્યું હતું કે ડો. કલામે પ્રમુખસ્વામી મહારાજમાં અનુભવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને આધ્યાત્મિકતા વિશ્વના વિવિધ ધર્મો વચ્ચે સંવાદિતાના સેતુરૂપ છે.
335 હિન્દુ મંદિરો-સંસ્થાઓના 1009થી વધુ પ્રતિનિધિઓને BAPS ના સંતોએ વિમર્શ કર્યા
વધુમાં જણાવતા કહ્યું કે મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અનેક દેશોમાં સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે. જેના નેજા હેઠળ સમગ્ર યુએસએમાં 10 યુનિટી ફોરમના આયોજન થયા. જેમાં વિવિધ શહેરોમાં 335 જેટલા હિન્દુ મંદિરો અને વિવિધ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના 1009 કરતાં વધુ પ્રતિનિધિઓ સાથે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી અને BAPS ના સંતોએ વિમર્શ કર્યા.
અનેકવિધ ધાર્મિક સંસ્થાઓએ આ યુનિટી ફોરમના કાર્યક્રમો વિષે BAPS સંસ્થા પ્રત્યે અહોભાવ અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સનાતન હિન્દુ સંસ્કારો અને જીવનશૈલીને નવી પેઢીમાં દ્રઢ કરવા સૌ એકતાથી કાર્ય કરવા કટિબદ્ધ થયા હતા.
દેશ-વિદેશમાં 7 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી અનેકવિધ યુનિટી ફોરમની સાથે તાજેતરમાં ઈન્ડોનેશિયામાં 2 અને 3 નવેમ્બરે યોજાયેલ R20 સમિટમાં સનાતન ધર્મના પ્રતિનિધિરૂપે 400 કરતાં વધુ અગ્રણીઓને સંબોધન કરનાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ અમદાવાદ શાહીબાગ મંદિરે તેમના યુનિટી ફોરમ અને R20 ફોરમના સ્વાનુભવો વિશે જણાવ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આજે 7 જેટલાં શોધ સંસ્થાનો - રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના દેશ અને વિદેશમાં કરવામાં આવી છે. જેનો આજના યુગમાં સમગ્ર વિશ્વમાં સનાતન વૈદિક ધર્મની રક્ષા, પુષ્ટિ અને પ્રસાર થાય અને આપણાં સંસ્કારોની રક્ષા થાય તે હેતુ છે.
આ શોધ સંસ્થાનોની સ્થાપના દરમિયાન અનેકવિધ હિન્દુ ધાર્મિક, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેતા. સાથે સાથે જે તે શહેરમાં અનેક અગ્રણી યુનિવર્સિટીઓના પ્રોફેસર પણ હાજર રહેતા. BAPS સંસ્થા સનાતન વૈદિક ધર્મને વરેલી સંસ્થા છે.
આ પરંપરાનું ગૌરવ જળવાય અને 10,000 વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિ અને ઉદાત્ત ભારતીય શિક્ષણ પરંપરા કઈ રીતે આગળ વધે તે આવા શોધ સંસ્થાનોની સ્થાપના પાછળનો હેતુ છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedbad News, BAPS Swaminarayan, Local 18