બે દિવસીય યુવા મહોત્સવમાં પ્રારંભિક શરૂઆત એલડીઆરપી કેમ્પસ સેકટર-15થી રેલી સ્વરૂપે કરવામાં આવી હતી. જેનું પ્રસ્થાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, રજિસ્ટ્રેશન ડૉ. એસ.કે. મંત્રાલા, એમ.એમ. પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહ, સહિત યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજોના ડાયરેકટર, પ્રિન્સિપાલ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સેકટર-15માંથી પ્રસ્થાન થયેલી રેલી સેકટર-23માં કડી કેમ્પસ ખાતે આવેલ ખીમજીભાઈ વિસરામ હોલ ખાતે પૂરી થઈને ઉદઘાટન સમારંભ સભામાં ફેરવાઈ હતી. સંગત 2022ના ઉદઘાટન ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર યશ સોનીએ દીપ પ્રાગટ્યથી કરાવ્યું હતું.
પ્રસંગોચીત વકતવ્યમાં યશ સોનીએ સફળતાની ચાવી સ્વરૂપ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ આગળ રજૂ કર્યા હતા. વધુમાં સફળતા માટે વ્યક્તિત્વમાં સરળતા જ જીવનનો મંત્ર છે. આ સાથે વિદ્યાર્થીઓએ યશ સોની સાથે પણ પોતાના પ્રશ્નોના સવાલ કર્યા હતા. જયારે યુનિવર્સિટીના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલે ઓનલાઈન હાજર રહીને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, યુથ ફેસ્ટિવલએ આપના વ્યક્તિત્વને ખીલવવા માટે એક પાયાની કડી સમાન છે. અને આજનો પ્રસંગ આપના માટે યાદગાર બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે યજમાન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહે એ બે દિવસીય યુવક મહોત્વમાં રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની 32 જેટલી કોલેજોના 1100 જેટલા વિદ્યાર્થીઓએ આ યુવક મહોત્સવમાં 28 જેટલી સ્પર્ધાઓમાં પોતાની કલા પ્રસ્તુત કરશે. તેઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
યુથ ફેસ્ટિવલનાં પ્રથમ દિવસે એક પાત્રિય અભિનય, સુંગમ- સંગીત, સમૂહ- સંગિત, ડાન્સ, કલાસિકલ ઈન્સિટયુમેન્ટ સોલો, વિગેરે થઈને 17 જેટલી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જયારે બીજા દિવસ વકૃતત્વ, શીધ્ર વકૃતત્વ, માઈમ, મીમિક્રિ, પોસ્ટર મેકિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે. અને બપોરેના 4:00 કલાકે સમાપન સમારંભમાં વિજેતા ટીમોને ઈનામો એનાયત કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Festival, Gandhinagar News, Youth