Sarpanch of Panchmahal prepared 75000 people for organ donation.psp – News18 Gujarati


Prashant samtani, panchmahal: દાન શબ્દ સાંભડતાની સાથે જ, આપણાને પૈસા દેખાય છે. પરંતુ શું દાન માત્ર પૈસા આપવાથી જ થઈ શકે છે? દેશ અને દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની પાસે પૈસા તો ઘણા છે. છતાં તેઓ દાન માંગી રહ્યા છે, પણ તે દાન પૈસાનું નહીં શરીરના કિંમતી અંગ અનેરક્તનું છે. કુદરતે આપેલ ખોડખાપણના કારણએ પીડાત લોકોને અંગદાનની સૌથી વધુ જરૂર હોંય છે. કોરોના મહામારી દરમિયાન લોકોને પોતાના શરીર અને આરોગ્ય ની ખરી કિંમત સમજાઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ નું અકાળે અવસાન થાય છે, ત્યારે જો તેના શરીર ના અંગો જેવા કે, ચક્ષુ, કિડની, લીવર, હ્રદય, બ્રેન વગેરે જેવા અંગો જો જરૂરિયાત મંદ લોકો ને દાન કરવામાં આવે તો ઘણા લોકો ને નવજીવન મળી શકે છે.

3 વર્ષ પહેલાં પોતાના 35 વર્ષીય ભત્રીજાનું અકસ્માતમાં અવસાન થતા. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પીંગલી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીને અંગદાન કરવાનો વિચાર આવ્યો હતો.પરંતુ જાણકારીના અભાવના કારણે તે સમય તેઓ અંગદાન કરી શક્યા નહીં. થોડા સમય પછી તેઓને ખૂબ પછતાંવો થયો, ઉપરાંત કોરોના કાળમાં જ્યારે હજારોની સંખ્યામાં લોકોએ પોતાના શ્વાસ છોડ્યા અને તેઓનોઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.તે જોઈ વિજયસિંહે સંકલ્પ લીધો કે તે પોતે પોતાના અંગદાન કરશે અને સાથે સાથે પોતાની પત્નીને પણ અંગદાન કરવા માટે તૈયાર કરી.

તે સમય થી સરપંચે 9 મહિના મુહિમ ચલાવી પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરાની સાથે સાથે સમગ્ર મધ્ય ગુજરાતમાં ફરી ગામે ગામ લોકો સાથે મુલાકાત કરીને લોકને અંગદાનનું મહત્વ સમજાવી તેમની પાસે થી સંકલ્પ લેવડાવ્યું કે “તેઓ પોતાના અવસાન ના સમયએ પોતાના અંગો નું દાન કરી, જરૂરિયાત મંદ લોકો ને નવજીવન પૂરું પાડશું.”. ગર્વ ની વાત છે કે વિજયસિંહ 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં આખા મધ્ય ગુજરાતમાં ફરીને 75000થી વધુ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કર્યા છે.તમામ લોકોએ ફોર્મ ભરી પોતાના અંગોનું દાન કરવા તૈયારી બતાવી છે.

આ પણ વાંચો: ગોધરાની આ માર્કેટમાં મળી રહી છે અવનવી ચણિયાચોળી, આટલો છે ભાવ

સરપંચ વિજયસિંહ દેશના તમામ વિસ્તાર ના લોકો સુધી સરળતા થી પહોંચી શકે તે માટે અંગદાન નું રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓનલાઈન Website નું નિર્માણ કરાવી રહ્યા છે. જેનાં પર દેશ ના દરેક વિસ્તાર ના લોકો પોતાના અંગદાન કરવા માટે નોંધણી કરી શકશે. વિજયસિંહ આ તમામ ડેટા ભેગો કરી યાદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ મોકલવાના છે.વિજયસિંહએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ અંગદાન કરાવવા માંગતું હોંય તો તેઓ સીધા સરકારી હોસ્પિટલમાં જઈ કરી શકે છે. વિજયસિંહ ના આ કાર્ય ને દરેક જગ્યાએ લોકો આવકારી રહ્યા છે અને વિજયસિંહ ને ખરી સમાજસેવા કરવા બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તમારા શહેરમાંથી (પંચમહાલ)

First published:

Tags: Donation, Organ donation, Panchmahal, Sarpanch



Source link

Leave a Comment